<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th October 2025

સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ: દક્ષિણ ભારતના દરિયાકાંઠા સુધી વાદળોનું સામ્રાજ્ય, અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી

અમદાવાદ/રાજકોટ: હવામાન વિભાગે સૌરાષ્ટ્રના અનેક સ્થળોએ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ભારતના સમગ્ર દરિયાકાંઠા પર પ્રચંડ વાદળો છવાયા છે, જે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાનો સંકેત આપે છે. દ્વારકામાં સવારે વાલી વાદળાઓ હતા જ્યારે અત્યારે પોણા નવ વાગ્યે સવારે થોડો તડકો નીકળ્યો છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, સૌરાષ્ટ્રના સંખ્યાબંધ સ્થળોએ આગામી દિવસોમાં વરસાદ વરસી શકે છે. હવામાનમાં અચાનક આવેલા આ પલટાને કારણે આ આગાહી જારી કરવામાં આવી છે.

દરમિયાન, સૌરાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાથી શરૂ કરીને સમગ્ર દક્ષિણ ભારતના દરિયાકાંઠા ઉપર પ્રચંડ વાદળોના ઝુંડ છવાયા હોવાનું નોંધાયું છે.

આ સક્રિય હવામાન પ્રણાલીને પગલે સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ સર્જાવાની પ્રબળ સંભાવના છે. ખેડૂતો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વસતા લોકોને તકેદારી રાખવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

(10:25 AM IST)