News of Sunday, 26th October 2025
ભાવનગર જિલ્લાના મહુવા અને અમરેલી જિલ્લાના રાજુલામાં દોઢ ઇંચ વરસાદ : અમરેલી જિલ્લાના ખાંભામાં સવા ઇંચ,કોડીનારમાં એક સુત્રાપાડા અને ઉનામાં અડધો ઇંચ વરસાદ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં વાતાવરણમાં પલ્ટો : વાદળા છવાતા ખેડૂતોમાં ચિંતા
ગીર સોમનાથ ભાવનગર અમરેલી જિલ્લામાં હળવો ભારે વરસાદ : એક જ દિવસમાં ત્રણેય ઋતુનો અનુભવ : સવારે ઠંડક,બપોરે ગરમી અને દિવસ દરમિયાન વરસતો વરસાદ

રાજકોટ તા.૨૬ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં છેલ્લા બે દિવસથી મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે આવા વાતાવરણ વચ્ચે કાલે રાત્રિથી આજે સવાર સુધીમાં ભાવનગર જિલ્લાના મહુવા અને અમરેલી જિલ્લાના રાજુલામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને વાદળા છવાતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે.
ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી જિલ્લામાં હળવો ભારે વરસાદ પડ્યો છે એક જ દિવસમાં ત્રણેય ઋતુનો અનુભવ થઈ રહ્યો છે સવારે ઠંડક,બપોરે ગરમી અને દિવસ દરમિયાન વરસાદ વરસી જાય છે.
ગોંડલમાં પણ આજે સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં એક ઇંચ સુત્રાપાડા અને ઉનામાં અડધો ઇંચ તથા ગીર ગઢડામાં ઝાપટા રૂપે વરસાદ પડ્યો છે ભાવનગર જિલ્લાના જેસરમાં પણ ઝાપટા પડ્યા છે આ ઉપરાંત અમરેલી જિલ્લાના ખાંભામાં સવા ઇંચ જાફરાબાદમાં અડધો ઇંચ અને સાવરકુંડલામાં ઝાપટા પડ્યા છે.
ફોટો લાઈન
ગોંડલ ::ગોંડલમાં પણ આજે સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે જે તસવીરમાં નજરે પડે છે.(તસ્વીર: ભાવેશ ભોજાણી-ગોંડલ)
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
