<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th October 2025

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓરેન્જ અલર્ટ જાહેર: રાજ્યના અન્ય ભાગોમાં ભારે વરસાદની શક્યતા :દરિયાકાંઠાના વિસ્તારોમાં LC3 સિગ્નલ

અરબસાગરમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ : હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી

ગુજરાતમાં બદલાતી આબોહવાની પેટર્નના કારણે કમોસમી વરસાદ થવાની પૂરી શક્યતા છે..જો કે વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે અને ઘણી જગ્યા પર તેની અસર પણ વર્તાવવાની શરૂઆત થઇ ગઇ છે અને વરસાદ વરસી પણ રહ્યો છે. અરબસાગરમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે.. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

આજથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના અન્ય ભાગોમાં પણ આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં, જ્યારે અન્ય ભાગોમાં ચાર દિવસ સુધી વરસાદ ચાલુ રહેવાની આગાહી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં LC3 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની પણ શક્યતા છે

(5:56 PM IST)