News of Sunday, 26th October 2025
ભાવનગરના કુંભારવાડા નારી રોડ પર બુટ ભવાની માતાના મંદિરમાં પહેલા માતાજીના પગે લાગ્યો બાદમાં દાનપેટીમાંથી રોકડની ચોરી
બેસતા વર્ષના દિવસે તસ્કરો મંદિરમાં પ્રવેશ કરીને તસ્કરો દાનપેટીમાં રહેલી આશરે ₹45,000 થી ₹50,000 રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ

ભાવનગર શહેરના કુંભારવાડા નારી રોડ પર આવેલા બુટ ભવાની માતાના મંદિરમાં પહેલા ચોર માતાજીના પગે લાગ્યો અને ત્યારબાદ કરી દાનપેટીમાં રહેલા રોકડની ચોરી. બેસતા વર્ષના દિવસે તસ્કરો મંદિરમાં પ્રવેશ કરીને તસ્કરો દાનપેટીમાં રહેલી આશરે ₹45,000 થી ₹50,000 રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેમાં એક તસ્કર દાનપેટી સાયકલ પર લઈને જતો જોવા મળ્યો. હાલ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
(9:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
