<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

નવા વર્ષની પ્રથમ સંધ્‍યાઃ સોમનાથ મહાદેવને અન્નકૂટ દર્શન શ્રુંગાર

પ્રભાસપાટણ : વિક્રમ સંવત ૨૦૮૨ના પ્રથમ દિવસની પાવન સંધ્‍યાએ પ્રથમ જ્‍યોર્તિલિંગ સોમનાથ મહાદેવને ‘અન્નકૂટ દર્શન શ્રુંગાર' અર્પણ કરવામાં આવ્‍યો હતો. આ અલૌકિક શ્રળંગારના દર્શન કરીને ભક્‍તોએ એક ગહન આધ્‍યાત્‍મિક સંદેશ ગ્રહણ કર્યો હતો. ભક્‍તોને સંદેશ મળ્‍યો કે જીવનની દરેક પરિસ્‍થિતિને મહાદેવના પ્રસાદ તરીકે માનીને સ્‍વીકારવી અને ઉદાર મનથી આગળ વધવું એ જ મનુષ્‍યનું સાચું કર્મ છે. નવા વર્ષનો પ્રારંભ ઉર્જા, ઉમંગ અને સકારાત્‍મકતા સાથે કરવો, પરંતુ દરેક પરિસ્‍થિતિને ઉદારતાપૂર્વક અપનાવવી-આ ભાવ સાથે ભક્‍તોએ અન્નકૂટ શ્રળંગારના દર્શન કર્યા હતા. આ અલૌકિક દર્શનથી સોમનાથનું વાતાવરણ ભક્‍તિમય બન્‍યું હતું.(તસ્‍વીરઃ દેવાભાઇ રાઠોડ)

(1:30 PM IST)