હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 27th October 2025
ભચાઉ પાસે અકસ્માતમાં પિતા પુત્રના કરૂણ મોત
વેકેશન બાદ મોસાળેથી પરત ફરતા અજાણ્યા વાહને કારને હડફેટે લેતા પરિવાર પીંખાયોઃ પત્નિ પુત્રીને ઇજા

ભુજ તા.૨૭: વાહનોની ગતિ મર્યાદાનો અભાવ, વાહન ચાલકોની બેદરકારીભર્યા ડ્રાઇવિંગ થકી માર્ગ અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી.
કચ્છના ભચાઉ પાસે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં પિતા પુત્રએ જીવ ગુમાવ્યો હતો. દિવાળી વેકેશન બાદ મોસાળે ગયેલ દીકરા, દીકરી અને પત્ની સાથે કારમાં પરત ઘેર જઈ રહેલ નંદગામ (ભચાઉ) ના ૪૦ વર્ષીય વિજય ચંદુભાઈ ગોહિલ અને ૭ વર્ષીય પુત્ર દીપનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. જ્યારે ૩૫ વર્ષીય પત્ની ભાવનાબેન અને ૧૩ વર્ષીય પુત્રી કાવ્યાને ઈજાઓ થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અજાણ્યા વાહને કારને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.(૨.૩)
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
