<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

આજનો સમય એકબીજાના પગ ખેંચવાનો નથીઃ બાબુભાઇ બોખીરીયા

૧૯૯પમાં અર્જુનભાઇએ મને મદદ કરીને ધારાસભ્‍યની ચૂંટણી જીતાડી હતી : પોરબંદર મેર સમાજના નવા વર્ષના સ્‍નેહ મિલનમાં પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઇનું સંબોધનઃ મેર સમાજના ઉમેદવારને ધારાસભ્‍ય બનાવવાનો વર્ષો પહેલા સંકલ્‍પ વખતે રાજકારણમાં જવાનું વિચાર્યું નહોતું: ધારાસભ્‍ય બન્‍યા બાદ મંત્રી પદ મળ્‍યું ત્‍યાર પછી ફરીથી ધારાસભ્‍ય બન્‍યો હતો : પોરબંદર વિસ્તારમાં વર્તમાન સુવર્ણયુગ છેઃ કેન્દ્રમાં મનસુખભાઇ અને રાજયમાં અર્જુનભાઇ ત્યારે વિકાસ કામો માટે કઇ રીતે લાભ લેવો તે તમારા ઉપર છેઃ બાબુભાઇ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૭ :  મેર સમાજના નવા વર્ષના સ્નેહ મિલનમાં મેર સમાજના અગ્રણી અને પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયાઍ સંબોધન કરતા જણાવેલ કે આજનો સમય ઍકબીજાના પગ ખેîચવાનો નથી. ઍક સમયે મેર સમાજમાંથી ધારાસભ્ય બનાવવાનો સંકલ્પ થયેલ અને તે સમયે રાજકારણમાં જવાનું મેî વિચાયુ* નહોતું. ધારાસભ્યની ચૂંટણી જીતી લીધાં બાદ રાજયમાં મંત્રીપદ મળ્યું ત્યારપછીના સમયમાં ફરી ધારાસભ્ય બન્યો હતો.

પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઇઍ જણાવેલ કે વર્ષો પહેલા ઍક બીજાના પગ ખેîચવાનું ચાલતું હતું જા આમ ચાલુ રાખીશું તો આ કિંમતી સમય ચાલ્યો જશે. અર્જુનભાઇ મોઢવાડિયા ભાજપમાં જાડાઇને ગત ર૦ર૪ની લોકસભાની ચૂંટણી લડીને ૧.ર૭ લાખ મત સાથે જંગી લીડથી ચૂંટણી જીતી હતી.

લોકસભા સંસદીય વિસ્તારમાં મનસુખભાઇ માંડવિયા ચૂંટણી જીત્યા અને કેન્દ્રમાં મંત્રી બન્યા ત્યારે પોરબંદર વિસ્તારમાં વર્તમાન સુવર્ણ યુગ છે. કેન્દ્રમાં મનસુખભાઇ અને રાજયમાં અર્જુનભાઇ છે ત્યારે વિકાસ કાર્યો માટે લાભ કઇ રીતે લેવો ? તે તમારા ઉપર છે.

૧૯૯પમાં અર્જુનભાઇઍ મને મદદ કરીને ધારાસભ્યની ચૂંટણી મને જીતાડી હતી તેમ બાબુભાઇ બોખીરીયાઍ સ્નેહમિલનમાં જણાવ્યું હતું.

(11:14 AM IST)