<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

ચુડાના કુડલામાં હત્‍યાની ઘટનામાં પત્‍નિના શરીરમાં ૨૧ ઇન્‍જરીઃ ઇન્‍ફેકશન થવાથી મોત થયાનું તારણ

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૨૭: ચુડા તાલુકાના કુડલા ગામનો ધીરૂ જાદવભાઈ કાણોતરા તેની પત્‍ની હેતલબેન સાથે ચુડાના ભેંસજાળ ગામે રહી વાડી ભાગવી રાખતો હતો. ધીરૂ પત્‍ની પર શક-વહેમ રાખી અવારનવાર ઝઘડો કરતો હતો. અને માર મારતો હતો.  તા. ૨૩-૧૦ના રોજ ધીરૂએ ફોન કરી લીંબડી તાલુકાના ભલગામડામાં રહેતા તેના સાળા કીશનભાઈને જણાવ્‍યુ કે, તારા બહેન મરણ ગયેલ છે, અમે તેને કુડલા લઈ જઈએ છીએ તેમ કહી ફોન કાપી નાંખ્‍યો હતો.આથી કીશનભાઈ પરિવારજનો સાથે કુડલા ગયા હતા. જયાં હેતલબેનના શરીર પર મારઝુડના નીશાન હતા. આથી હેતલબેનના મળતદેહને ચુડા અને ત્‍યાંથી રાજકોટ પીએમ માટે લઈ જવાયો હતો. આ ફરિયાદ નોંધાતા જ ચુડા ઈન્‍ચાર્જ પીઆઈ એન.એ.ડાભી સહિતની ટીમે આરોપીને ઝડપી લીધો છે.

પોલીસની પ્રાથમીક તપાસમાં ધીરૂએ જણાવ્‍યુ કે, તે છેલ્લા એક માસથી સતત હેતલબેનને માર મારતો હતો. જેમાં લાકડાનો ધોકો, હીરા ઘસવાની લોખંડની એરણ, કારનો પટ્ટો, પાવડાના હાથા વડે માર મારતો હતો. જયારે પીએમ રીપોર્ટમાં તારણમાં પણ સતત મારને લીધે હેતલબેનના શરીરમાં ૨૧ ઈન્‍ટરનલ ઈન્‍જરી હોવાનું તથા તેના ઈન્‍ફેકશનથી તેમનું મોત થયાનું સામે આવ્‍યુ છે. પોલીસે હત્‍યામાં વપરાયેલ સાધનો કબજે કરીને આરોપી ધીરૂને કોર્ટમાં રજુ કરવાની તજવીજ હાથ ધરી છે.

 

(1:32 PM IST)