<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

ઉનામાં ૨ દિ'માં ૫ ઇંચ કમોસમી વરસાદ

ગ્રામ્‍ય વિસ્‍તારમાં ૧ થી ૪ ઇંચઃ કપાસ અને માંડવીના પાકમાં નુકસાન

(નવીન જોષી દ્વારા) ઉના,તા.૨૭: શહેરમાં આજ સવાર સુધીમાં પુરા થતા ૪૮ કલાકમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો. ગ્રામ્‍ય વિસ્‍તારમાં સરેરાશ ૧થી૪ ઇંચ વરસાદ પડી ગયો હતો.

ઉનામાં ૪૮ કલાકમાં ૧૨૩ મીમી કમોસમી વરસાદ નોંધાયો છે. મોસમનો કુલ વરસાદ  ૧૦૪૦ મીમી થયો છે ગ્રામ્‍ય વિસ્‍તારમાં સમયાંતરે કમોસમી વરસાદ ચાલુ રહેતા બે દિવસમાં સરેરાશ ૧ થી ૪ ઇંચ વરસાદ પડી ગયો હતો.

ઉના પંથકમાં કમોસમી વરસાદને લીધે ખેતરમાં તૈયાર થઇ ગયેલ પાકે અને ઉપાડવામાં બાકી હોય તેવા માંડવી અને કપાસને નુકસાન થયાનું ખેડૂતો જણાવી રહયા છે. આજે સવારે વાદળછાંયુ વાતાવરણ અને સખત ઉકળાટ શરૂ થયો છે. 

(11:30 AM IST)