<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

કચ્‍છ મુન્‍દ્રાના ૧૭ વર્ષના સૈફઅલીનું રાજકોટમાં હાર્ટએટેકથી મૃત્‍યુ

ઉમરા કરવા જવાનું હોઇ પાસપાર્ટના કામ માટે ભાભીના પિતાના ઘરે ભરતવન સોસાયટીમાં આવ્‍યો ત્‍યારે બનાવઃ બે બહેનનો એક જ ભાઇ

રાજકોટ તા. ૨૭: હૃદય રોગના હુમલાથી વધુ એક મૃત્‍યુ થયું છે. કચ્‍છના મુન્‍દ્રાના ૧૭ વર્ષના સૈફઅલી ઇમ્‍તિયાઝભાઇ મોયડાનું રાજકોટમાં સગાને ત્‍યાં હતો ત્‍યારે હાર્ટએટેક આવી જતાં મૃત્‍યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

જાણવા મળ્‍યા મુજબ મુન્‍દ્રા રહેતો સૈફઅલી મોયડાને ઉમરા કરવા વિદેશ જવાનું હોઇ તે પાસપોર્ટ કઢાવવા રાજકોટ આવ્‍યો હતો અને આ માટે કોઠારીયા રોડ નિલકંઠ સિનેમા પાછળ ભરતવન સોસાયટીમાં રહેતાં ભાભીના પિતા બસીરભાઇના ઘરે રોકાયો હતો. અહિ તેને એકાએક ઉલ્‍ટી થયા બાદ બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્‍યુ નિપજતાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં ભક્‍તિનગર પોલીસે કાર્યવાહી કરી હતી.

મૃત્‍યુ પામનાર સૈફઅલી બે બહેનનો એકનો એક મોટો ભાઇ હતો. તેના પિતા ભંગારનો વેપાર કરે છે. બનાવથી પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. હાર્ટએટેક આવી ગયાનું સગા બસીરભાઇએ જણાવ્‍યું હતું.

(11:41 AM IST)