<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

પૂ. દયાનંદગીરીબાપુએ અનેક શિષ્‍યોને જીવન દ્રષ્‍ટિ આપી છે : પૂ. રામેશ્વરબાપુ હરિયાણી

ચરાડવામાં શ્રી મહાકાળી આશ્રમે પૂ. અમરગીરી મહારાજના સાનિધ્‍યમાં આયોજીત શ્રી રામકથાનો આજે ત્રીજો દિવસઃ કથાશ્રવણ માટે ઉમટતા ભાવિકો

ચરાડવા ખાતે આયોજીત શ્રી રામકથાના દિપ પ્રાગટય અને પોથીયાત્રાની તસ્‍વીરી ઝલક.

રાજકોટ, તા. ર૭ :  મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ખાતે આવેલ શ્રી મહાકાળી આશ્રમે બ્રહ્મલીન પૂ. દયાનંદગીરીજી મહારાજની ઇચ્‍છા અનુસાર શ્રી રામકથાનું આયોજન કથાકાર પૂ. રામેશ્વર બાપુ હરિયાણીના વ્‍યાસાસને કરાયુ છે કથાનો પ્રારંભ  પૂ. અમરગીરીબાપુ મહામંડલેશ્વર ૧૦૦૮ પૂ. કનકેશ્વરીદેવી (ખોખરા શ્રી હનુમાનજી મંદિર) તથા ‘‘અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આ તકે રાજયમંત્રી કાંતિભાઇ અમૃતિયા ઉપસ્‍થિત રહ્યા હતા.

પ્રથમ દિવસે પરમ પૂજ્‍ય બ્રહ્મલીન સંત શિરોમણી શ્રી દયાનંદગિરિજી મહારાજના આશીર્વાદ લઈને સમસ્‍ત ચરાડવા ગામ માં ભવ્‍યાતિભવ્‍ય શોભાયાત્રા પોથી યાત્રા નીકાળવામાં આવી હતી.

આ પોથીયાત્રામાં ઘોડા, ટ અને ટ્રેક્‍ટર સાથે જ બગીઓ અને સાંસ્‍કળતિક ઝલકીઓ નો સમાવેશ કરવામાં આવ્‍યો હતો.

બ્રહ્મલીન સંત શિરોમણી શ્રી દયાનંદગીરી બાપુના પરમ શિષ્‍ય  પૂજ્‍ય શ્રી અમરગિરિ બાપુના આશીર્વાદ પુરા ચરાડવા ને ઘરે બેઠા મળ્‍યા હતા.

રામકથાના વક્‍તા પૂ.શ્રી રામેશ્વરબાપુ હરિયાણી પણ આ પોથીયાત્રામાં યાત્રા સાથે જોડાયેલા હતા.

કથાના પ્રારંભમાં પૂજ્‍ય રામેશ્વર બાપુ હરિયાણીએ વાણીના દેવી સરસ્‍વતી જ્ઞાનના દેવ ગણપતિને અંધના કરી શ્રદ્ધાને વિશ્વાસ સ્‍વરૂપ શિવ અને પાર્વતી ને વંદન કરીને ગુરુનો મહિમા ગાયો ગુરુ મહિમા ગાતા જણાવ્‍યું કે ઈશ્વરને પામો બહુ સહેલો છે પરંતુ ગુરુના આશીર્વાદ વગર ઈશ્વર પામી શકાતો નથી  પરંતુ જેની સાથે ગુરુ હોય છે જેની ઉપર ગુરુના આશીર્વાદ હોય છે એને ઈશ્વર બહુ નજીક પડે છે

રામચરિત્ર માનસમાં ગુરુનો મહિમા ગાતા કહ્યું કે ગુરુ દ્વારા વ્‍યક્‍તિમાં દ્રષ્ટિ એ શુદ્ધતા આવે છે ગુરુદ્વારા જ વ્‍યક્‍તિ પોતાના ઓળખી શકે છે ગુરુ દ્વારા જ વ્‍યક્‍તિ પોતાની જાતને ઓળખી શકે છે

પરમ પૂજ્‍ય દયાનંદ ગીરી બાપુએ અનેક શિષ્‍યોને જીવન દ્રષ્ટિ આપી છે સંસ્‍કાર સનાતન અને મૂલ્‍ય આપ્‍યા છે આજે શરીરથી દયાનંદ ગીરીબાપુ આપણી વચ્‍ચે નથી પરંતુ એની ચેતના આજે પણ બધાને સ્‍પર્શ કરે છે

આ જગતમાં અનેક પ્રકારની વાણી હોય છે પછી એ વેદ વાણી હોય ખેરાવાની હોય જ્ઞાનવાણી હોય આકાશવાણી હોય નવ ભવાની હોય પરાપશ્‍યંતી પરંતુ ગુરુથી કોઈ મોટી વાણી નથી હોતી માટે આ જગત ગુરુથી ચાલતું હતું ગુરુથી જ ચાલે છે અને ગુરુદ્વારા જ ચાલે છે.

મોરબી જીલ્લાના હળવદ તાલુકાનાં ચરાડવા ગામ પાસે આવેલ અસંખ્‍ય ભાવિકોનું આસ્‍થાનું કેન્‍દ્ર શ્રી મહાકાળી માતાજી મંદિરે તા. ૨૩-૧૦-૨૫ ને ગુરૂવારથી તા. ૩૧-૧૦-૨૫ ને શુક્રવાર સુધી બ્રહ્મલીન પ.પૂ. દયાનંદગીરીજી મહારાજની ઈચ્‍છા પુર્ણ કરવા માટે તેમના પરમ શિષ્‍ય મહંત શ્રી અમરગીરીજી મહારાજ દ્વારા તથા સર્વે ભકતજનોના સાથ સહકારથી શ્રી રામકથા નવાહન પારાયણ જ્ઞાનયજ્ઞ તથા પંચસિધ્‍ધ શ્રી રામ મહાયાગનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યુ છે.

 જગતજનની શ્રી મહાકાળી માતાજીની અસીમ કળપાથી શ્રી અનંત વિભૂષીત સદગુરૂ ૫. પૂ. શ્રી દયાનંદગીરીજી મહારાજની અંતિમ ઇચ્‍છા પુર્ણ કરવા હેતુથી તેમના પરમ શિષ્‍ય મહંત શ્રી અમરગીરીજી મહારાજ દ્વારા તથા સર્વે ભકતજનોના સાથ સહકારથી વિક્રમ સંવત ૨૦૮૨, કારતક સુદ બીજ અને તા. ૨૩-૧૦-૨૦૨૫ને ગુરૂવારથી શ્રીરામકથા તથા શ્રી પંચસિધ્‍ધ શ્રી રામમહાયાગનું આયોજન કરવામાં આવ્‍યુ છે.

 શ્રી રામકથાનું મધુર વચનથી રસપાન વકતા શ્રી રામેશ્વરબાપુ હરિયાણી કરાવશે. તથા શ્રીરામ મહાયાગ યજ્ઞના આચાર્ય ડો.દિપકભાઈ શાષાી વિધિ વિધાનથી કરાવશે. ગુરૂજીની પવિત્ર સમાધી તથા ભાવિક ભકતજનો શ્રીરામકથાનું રસપાન કરશે. કથાનો સમય દરરોજ સવારે ૯ થી ૧૨ તથા બપોરે ૨-૩૦ થી ૫-૩૦ સુધીનો છે. જયારે દરરોજ બપોરે ૧ર વાગ્‍યે મહાપ્રસાદ યોજાશે. 

કથા સ્‍થળ અને સંપર્ક સુત્ર

શ્રી ચરાડવા મહાકાળી આશ્રમ, (મો. ૯૪ર૯૬ પ૦પ૧પ) મોરબીથી હળવદ જતા, મોરબીથી રપ કિ.મી. દૂર ચરાડવા ગામ થી ૩ કિ.મી. દૂર, દેવળીયાના રસ્‍તે આવે છે.  

(11:57 AM IST)