હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 27th October 2025
મહુવામાં ભારે કમોસમી વરસાદ બાદ હાલાકી:શહેર અને ગ્રામ્ય પંથકમાં માવઠા બાદ સ્થિતિ વણસી
નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા: વાસી તળાવ, પરશીવન પરા, ભવાની મંદિર રોડ પર જળબંબાકારની સ્થિતિ :ભાદરોડ ઝાપા, નવા ઝાપા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા:માલણ નદી બે કાંઠે થતા લોકોના ઘરોમાં પાણી ઘૂસ્

ભાવનગર: મહુવામાં ભારે કમોસમી વરસાદ બાદ હાલાકીના દૃશ્યો સામે આવ્યા છે. મહુવામાં 2 કલાકમાં 3.23 ઈંચ વરસાદ ખાબક્યો છે. શહેર અને ગ્રામ્ય પંથકમાં માવઠા બાદ સ્થિતિ વણસી છે. નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વાસી તળાવ, પરશીવન પરા, ભવાની મંદિર રોડ પર જળબંબાકારની સ્થિતિ છે. ભાદરોડ ઝાપા, નવા ઝાપા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. માલણ નદી બે કાંઠે થતા લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. યા
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
