<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

ટંકારામાં વિવાદીત કોમ્‍પલેક્ષમાં દિવાલ ધરાશયી થતા બે મજૂરો દટાયાઃ એકનું મોત

 

તસ્‍વીરમાં ધરાશયી દિવાલ અને ઇજાગ્રસ્‍ત મજાુર સારવાર હેઠળ નજરે પડે છે. (તસ્‍વીર : જયેશ ભટ્ટાસણા ટંકારા) (પ-૧૮)

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા. ર૭ :.. ટંકારા શહેરના લતીપર રોડ ઉપર શરૂઆતથી વિવિદોમા સપડાયેલ ગોકુલધામ વિસ્‍તારમાં નવા બની રહેલા શાલીગ્રામ સિગ્નેટ નામના કોમ્‍પ્‍લેક્‍સના બાંધકામ દરમિયાન બે દીવાલ વચ્‍ચે પાલક બાંધી પ્‍લાસ્‍ટર કામ કરતી વેળાએ દીવાલ ધરાશયી થતા મૂળ મધ્‍યપ્રદેશના વતની અને ટંકારા ઈન્‍દ્રપ્રસ્‍થ ખાતે રહેતા લુઈસભાઈ સિરીલભાઈ વસુનિયા ઉ.૨૭ નામના યુવકનું મળત્‍યુ નીપજ્‍યું હતું. જયારે બીજા મજાુરને ગંભીર ઇજા થઇ હતી.

 બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્‍માતે મળત્‍યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી  બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર લતીપર ચોકડી નજીક ન્‍યાય મંદિર સામે ટંકારા નગરપાલિકાની હદમાં હોકળાના કાંઠે સોપિગ સેન્‍ટર બનાવવાનુ કામ શરૂ થયા બાદ જમીનના મુદે ભારે વિવાદ વચ્‍ચે થોડો સમય કામ બંધ રહયું હતું ત્‍યાર બાદ દિવાળી પછી ફરી એક વાર બાંધકામ કામગીરી શરૂ કરતી વેળાએ મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમા બપોર ટાણે રોડ તરફની ગળદાની દિવાલ ધડાકાભેર નમી જતા સાઈટ ઉપર કામગીરી કરતા પરપ્રાંતીય મજુરો માથી બે મજુરો દિવાલની ઝપટમાં આવતા  લુઈસભાઈ સિરીલભાઈ વસુનિયા ઉ.૨૭ નું મોત નિપજ્‍યું છે

જ્‍યારે મુકેશ મઈડા રહે મધ્‍યપ્રદેશ વાળાને પગમાં ગંભીર ઈજા થતાં સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે. 

(12:17 PM IST)