હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બપોરે ૧ વાગ્યા સુધી અનેક જિલ્લાઓમાં વરસશે ધોધમાર વરસાદઃ હવામાન વિભાગે જાહેર કર્યું નાવકાસ્ટ બુલેટિન
ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, રાજકોટ સહિત

રાજકોટઃ ગઇકાલથી જ રાજ્યભરમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી ૩ કલાક માટે નાવકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સામાન્યથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધી અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ, સુરત, ભરૂચ, બોટાદ, જુનાગઢ અને રાજકોટ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું પોરબંદર, અમદાવાદ, સુરેન્દ્રનગર, વડોદરા, આણંદ, ખેડા, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે મધ્યમથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
