હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 27th October 2025
પોરબંદરમાં ભાજપનું સ્નેહમિલન મોકુફ પાછળ વરસાદનું બહાનું કે અન્ય કારણ?
ભાજપના સ્નેહમિલનમાં મનસુખભાઇ માંડવીયા ઉપસ્થિત રહેવાના હતા અને છેલ્લી ઘડીએ મનસુખભાઇનો પોરબંદરનો કાર્યક્રમ રદ થયો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૨૭: ગઇકાલે શહેર ભાજપનું સ્નેહમિલન અને સન્માન સમારંભ યોજાનાર હતો પરંતુ છેલ્લી ઘડીએ આ સ્નેહમિલન અને સન્માન સમારંભ મોકુફ રહયાની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપના સ્નેહમિલન સમારંભમાં કેન્દ્રીયમંત્રી મનસુખભાઇ માંડવિયા ઉપસ્થિત રહેવાના હતા તેઓનો પોરબંદરનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.
ભાજપના સ્નેહમિલન કાર્યક્રમ સમયે સાંજે હળવુ ઝાપટું વરસ્યું હતું ત્યારપછી ભાજપનું સ્નેહમિલન અને સન્માન સમારંભ મોકુફ રાખ્યાનું જાહેર કરવામાં આવ્યું હતું.
હળવું ઝાપટું પડયાની સાથે ભાજપનું સ્નેહમિલન મોકુફ રાખી દીધાનું જાહેર કરવામાં આવ્યું ત્યારે ભાજપનું સ્નેહમિલન મોકુફ પાછળ વરસાદનું બહાનું કે અન્ય કારણ? તેવો લોકોમાં ગણગણાટ છે.
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
