<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

‘છોટી કાશી' જામનગરમાં ૨૨૬મી જલારામ જયંતિ પ્રસંગે રઘુવંશી સમાજના સમૂહ ભોજન(નાત)ની ઉત્‍સાહભેર તૈયારી

જલારામ જયંતિ મહોત્‍સવ સમિતિના નેજા હેઠળ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૨૭:  ‘છોટી કાશી' જેવું ધર્મપારાયણ ઉપનામ ધરાવતા જામનગર શહેરના આંગણે શ્રી જલારામ જયંતિ મહોત્‍સવ સમિતિના નેજા હેઠળ ર૨૬ મી જલારામ જયંતિ અવસરની ઉજવણી અંતર્ગત યોજાતા સમસ્‍ત લૌહાણા સમાજના જ્ઞાતિ સમૂહ ભોજન(નાત) સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન.

સંતશિરોમણી ૫.પૂ. જલારામબાપાની ૨૨૬ મી જલારામ જયંતિની ઉજવણી પ્રસંગે લોહાણા જ્ઞાતિ સમૂહ ભોજન(નાત) સહિતના કાર્યક્રમોની તૈયારીઓ શ્રી જલારામ જયંતિ મહોત્‍સવ સમિતિના સ્‍થાપક સદસ્‍યો જીતુભાઈ લાલ સહિત રમેશભાઈ દતાણી, ભરતભાઈ મોદી, મનોજભાઈ અમલાણી, રાજુભાઈ કોટેચા, અનિલભાઈ ગોકાણી, અતુલભાઈ પોપટ, ભરતભાઈ કાનાબાર, નિલેશભાઈ ઠકરાર, રાજુભાઈ મારફતીયા, મથુભાઈ પાભારી, મનીષભાઈ તન્નાના નેજા હેઠળ જલારામ જયંતિ મહોત્‍સવ સમિતિના સદસ્‍યો સૌરભ બદિયાળી, ધવલ સોનછાત્રા, નિલ મોદી, રાજુ કાનાબાર, હસિત પોપટ, વ્‍યોમેશ લાલ, ધૈર્ષ મપારા, કૌશલ દતાણી, રાજદિપ મોદી, સિરેન રૂપારેલીયા, નિશિત રાયઠઠા, વિશાલ પોપટ, રવિ અઢીયા દ્વારા ઉત્‍સાહભેર ‘જલારામનગર', ણામી સંપ્રદાયનું મેદાન, હિરજી મીસ્‍ત્રી રોક, નવાનગર બેંકની સામે પૂરજોશમાં ચાલી રહી છે.

વધુમાં દરેક જ્ઞાતિજનોએ ખાસ નોંધ લેવી કે જલારામ જયંતિના દિવસે સમૂહ ભોજન સ્‍થળે હિરજી મીસ્‍ત્રી રોડ પર આવેલ નવાનગર બેંકની સામે ણામી સંપ્રદાયના મેદાનમાં પ્રવેશ દ્વાર રાખવામાં આવેલ છે જેમાંથી પ્રવેશ મેળવવો અને બીજા ગેઈટ પરથી પ્રસાદ લઈ બહાર નીકળવાનું રહેશે તથા આપના વાહનો ટ્રાફીકને અડચણરૂપ ન થાય તેવી રીતે પાર્ક કરવા.ખાસ જણાવવાનું કે જલારામ જયંતિના દિવસે સમૂહ ભોજન સ્‍થળે ગુજરાત રઘુવંશી લોહાણા સમાજની વસ્‍તી ગણતરીનું ઓનલાઈન કોર્મ ભરવાનું છે તો દરેક જ્ઞાતિજનોને નમ્ર વિનંતી કે પોતાના આધાર કાર્ડની નકલ અથવા મોબાઈલમાં આધાર કાર્ડનો ફોટો રાખવો જેથી વસ્‍તી ગજાતરીનું ફોર્મ ભરી શકાય. 

(12:28 PM IST)