<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

રાજુલામાં 9 ઇંચ વરસાદ ખાબક્યો: ધાતરવાડી ડેમ-2માં પાણીનું લેવલ જોખમી સ્તર નજીક :19 દરવાજા ખોલાયા

ડેમના દરવાજા ખોલાતા ખાખબાઈ ગામમાં પાણી ફરી વળ્યા: ગામના લોકોમાં ભયનું વાતાવરણ

અમરેલી : મેઘરાજા અત્યારે ફુલ મુડમાં વરસાદ વરસાવી રહ્યા છે. જેમાં રાજુલામાં 9 ઈંચ વરસાદ નોંધાયો છે. સતત વરસતા વરસાદને કારણે ધાતરવડી ડેમ-2માં પાણીનું લેવલ જોખમના નિશાન સુધી પહોંચી જતા એક સાથે 19 દરવાજા ખોલવાની ફરજ પડી છે. પરિણામે ધાતરવડી નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે.

ડેમના દરવાજા ખોલાતા ખાખબાઈ ગામમાં પાણી ફરી વળ્યા છે. જેના કારણે ગામના લોકોમાં ભયનું વાતાવરણ છે. પાણી વધતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકો સતર્ક રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

(12:45 PM IST)