હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 27th October 2025
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પાસે ભારે વરસાદને કારણે પાણી ભરાયા :બગસરા ડેપોની ST બસ પાણીમાં ફસાઈ ગઈ
રાજુલાના ચોત્રા ગામમાં નદીમાં ઘોડાપૂર આવ્યું :બ્રિજ પર પાણી ફરી વળતા એમ્બ્યુલન્સ પરત ફરી

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પાસેના વિસ્તારોમાં પણ ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયાં છે. સર્વિસ રોડ પર પાણી ભરાતા માર્ગ બંધ કરવો પડ્યો છે. બગસરા ડેપોની ST બસ પાણીમાં ફસાઈ ગઈ હતી અને અનેક વાહનો રસ્તા પર બંધ પડતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
રાજુલાના ચોત્રા ગામમાં નદીમાં ઘોડાપૂર આવ્યું છે. બ્રિજ પર પાણી ફરી વળતા એમ્બ્યુલન્સ પરત ફરી હતી. જેના કારણે એક સગર્ભા મહિલાને તાત્કાલિક સારવાર માટે પહોંચાડવામાં મુશ્કેલી પડી. ગામમાં બ્રિજ પાણીમાં ગરક થતા અવરજવર સંપૂર્ણ બંધ થઈ ગઈ છે.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
