હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ત્રીજા દિવસે પણ જુનાગઢ સહિત સોરઠમાં કમોસમી વરસાદી માહોલ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૨૭ : ત્રીજા દિવસે પણ જુનાગઢ સહિત સોરઠમાં વરસાદી માહોલ સર્જાયો છે જેના કારણે આજે પણ દિવસ દરમિયાન ગમે ત્યારે કમોસમી વરસાદ વરસી શકે છે.
અરબી સમુદ્રમાં સક્રિય થયેલી સિસ્ટમથી સોરઠના વાતાવરણમાં પલટો આવ્યો છે. રવિવારે જુનાગઢ જિલ્લામાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું માળીયાહાટીના તાલુકામાં અડધો ઇંચ અને કેશોદ, વિસાવદર, જુનાગઢ વિસ્તારમાં ઝાપટા પડ્યા હતા. પાંચમે લાભના બદલે નુકસાન કરતું માવઠું થતા ખેડૂતોને નુકસાનનો સામનો કરવો પડે એવી સ્થિતિ સર્જાયેલ છે.
હાલ મોટાભાગના ખેતરોમાં મગફળી, સોયાબીન અને કઠોળ પાક તૈયાર થઈ ગયો છે. ખેડૂતો પાક કાપણી કરી સાચવે એ પહેલા કમોસમી વરસાદ આવતા દોડધામ થઈ ગઈ છે. હાલ ખેતીની સીઝન પૂરજોશમાં ચાલતી હોવાથી પૈસા આપવા છતાં ખેત મજૂરો મળતા નથી. ખેડૂતો પરિવારજનો સાથે રાત દિવસ કામ કરે છે. છતાં પાકને બચાવવા માટે નાસભાગ કરવી પડે છે. આવી સ્થિતિમાં ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે.
દરમિયાન આજે સવારથી પણ જુનાગઢ સહિત જિલ્લાભરમાં કમોસમી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
