<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

ભાવનગરના બંંદર ગામે પ્રસુતાને હોડીની મદદથી હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી

મેડિકલ ઈમરજન્સીમાં રસ્તો બંધ થતા હાલાકી સર્જાઈ: મહુવાથી બંદર અને લાઈટ હાઉસ જવાનો રસ્તો બંધ થયો

ભાવનગરઃ ભારે વરસાદથી વાહનવ્યવહારને માઠી અસર પહોંચી છે. બંદર ગામે  નદીના પાણી બ્રિજ પર ફરી વળતા પ્રસૂતાને હોડીની મદદથી હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી. ગ્રામનજોએ હોડીની મદદથી પ્રસૂતાને સુરક્ષિત પહોંચાડી હતી.  મેડિકલ ઈમરજન્સીમાં રસ્તો બંધ થતા હાલાકી સર્જાઈ છે. મહુવાથી બંદર અને લાઈટ હાઉસ જવાનો રસ્તો બંધ થયો છે. બંધારામાં સતત પાણીની આવકથી રસ્તા બંધ થયા છે

(1:31 PM IST)