હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વઢિયાર આહીર કેળવણી મંડળ દ્વારા કર્મચારી સન્માન અને સ્નેહ મિલન સમારોહ સંપન્ન

રાજકોટ : વઢિયાર-ચોરાડ-વાગડ આહીર સમાજ પ્રેરિત અને વઢિયાર આહીર કેળવણી મંડળ દ્વારા સરકારી કર્મચારી સન્માન સમારોહ અને સ્નેહમિલન સમારોહ લાભ પાંચમના દિવસે આહીર સમાજવાડી રાધનપુર (જિ. પાટણ) ખાતે યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે વૈચારિક ક્રાંતિ ગ્રુપના પ્રણેતા રામભાઇ જે. રામ (પોલીસ સબ ઇન્સપેકટર-ગોધરા) ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વઢીયાર- ચોરાડ- વાગડ આહીર સમાજના સરકારી, સહકારી સેવામાં જોડાયેલા ૧૫૦થી વધુ ભાઇ બહેનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ત્રણેય પ્રાંગણમાંથી સમાજના આગેવાનો, વડીલો, ભાઇ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રામભાઇ રામ અને સંસ્થાના પ્રમુખ હરસદાસભાઇ આહીરે પ્રસંગને અનુરૂપ વકતવ્યમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્વાવલંબન થકી વિકસિત સમાજ નિર્માણની વાત રજુ કરી હતી. દરેક સરકારી કર્મચારીઓને નૈતિક ફરજ સમજી સમાજ ઉપયોગી બનવા આહવાન કરાયુ હતુ. અંતમાં સ્વરૂચી ભોજન સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરાયો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
