હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિક્રમ સંવત ૨૦૮૨ માર્ચ માં કૃષિ અને બજારમાં સુધારાની આશા, સોનામાં કડાકો! કિશોર ભાડજાની આગાહી

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા. ર૭, જાણીતા ખગોળ જ્યોતિષી કિશોર ભાડજાએ વિક્રમ સંવત ૨૦૮૨ માટે ગ્રહોની ચાલના આધારે મહત્વપૂર્ણ આગાહી જાહેર કરી છે. તેમના મતે, આ વર્ષમાં કળષિ ક્ષેત્ર અને બજારના ભાવોમાં માર્ચ મહિનાથી ધીમે ધીમે સુધારાનું વલણ જોવા મળશે. ખાસ કરીને સફેદ સોનુ કપાસ જેવા મુખ્ય પાકના ભાવોમાં પણ આશાસ્પદ વધારો થવાની સંભાવના છે, જે ખેડૂતો માટે રાહતના સંદેશ તરીકે જોવામાં આવે છે.
કિશોર ભાડજા, જેઓ હવામાન અને જ્યોતિષના ક્ષેત્રમાં વર્ષોનો અનુભવ ધરાવે છે, તેમણે વિક્રમ સંવત ૨૦૮૨ના ફળાદેશમાં ગ્રહોની વિશેષ ચાલ પર આધારિત આગાહી કરી છે. તેમના કહેવા મુજબ, માર્ચ મહિનાથી બજારના ભાવોમાં સ્થિરતા આવશે અને કળષિ ઉત્પાદનોના મૂલ્યમાં ધીમે ધીમે વધારો થશે. ‘‘રૂ. કાળા કપાસના ભાવમાં માર્ચથી સુધારાનું વલણ રહેશે, જે ખેડૂત વર્ગ માટે ફાયદાકારક સાબિત થશે'',
આગાહીના સૌથી આકર્ષક ભાગમાં સોનાના ભાવનો સમાવેશ થાય છે. ભાડજા અનુસાર, સોનામાં મોટો કડાકો થશે અને તેની કિંમત પાંચ આકડામાં પહોંચી જશે. ‘‘સોનું પાંચ આકડામાં આવે તેવી સંભાવના છે, જે રોકાણકારો માટે સુવર્ણ અવસર સાબિત થશે,'' તેમણે કહ્યું. આ આગાહી વર્ષાના આર્થિક વલણ અને આંતરરાષ્ટ્રીય બજારને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે, જેમાં સોનાની માંગમાં વધારો અને અસ્થિરતા મુખ્ય કારણો બનશે.આ ફળાદેશનો આધાર ગ્રહોની વિશેષ ચાલ છે. ફાગણ સુદ છઠ, સોમવારે, તારીખ ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૬ના દિવસે પાંચ ગ્રહો - સૂર્ય, મંગળ, બુધ, શુક્ર અને રાહુ - કુંભ રાશિમાં ભેગા થશે. આ તારીખથી મંગળ કુંભ રાશિમાં આવશે, જ્યારે સૂર્ય શતભીષા નક્ષત્રમાં અને ચંદ્ર ભરણી નક્ષત્રમાં હશે. રાશિના સ્વામી મંગળ અને નક્ષત્રના પાયા (સોનું) સૂવર્ણ છે, જે આ ગ્રહોની ચાલને કારણે વર્ષમાં સકારાત્મક અસર પડશે. ‘‘આ ગ્રહોની યુતિ કળષિ, વેપાર અને ધાતુઓના બજારમાં નવી દિશા આપશે,''









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
