હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ખાંભા-ઉનામાં સાડા ૩ ઇંચ વરસાદ ખાબક્યોઃ ઠંડા પવનના સૂસવાટા
ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોની માઠી રાજુલા તાલુકાનું ઉંચેયા ગામ સંપર્ક વિહોણું : ઉનાના ઠેસરીયા ગામના ખેતરમાં પાણી ભરાયા

રાજકોટ, તા.૨૭: રાજકોટ સહિત સોરાષ્ટ્રભરમાં કમોસમી વરસાદથી ટાઢોડુ છવાઇ ગયુ છે. આજે બપોરના ૨ વાગ્યા સુધીમાં અમરેલી જીલ્લામાં ખાંભા અને ગીર સોમનાથ જીલ્લાના ઉનામાં સાડા ૩ ઇંચ વરસાદ ખાબકયો છે. અનેક જગ્યાએ વરસાદ ખાબકતા વાતાવરણમાં ટાઢોડુ છવાઇ ગયુ છે અને ઠંડા પવનના સૂસવાટા ફૂંકાઇ રહયા છે.
ગીર સોમનાથ
જીલ્લાના ઉનામાં સાડા ૩ ઇંચ, ગીરગઢડામાં ૩ ઇંચ કોડીનારમાં દોઢ ઇંચ વરસાદ પડયો છે.
જયારે ભાવનગરથી જેશર અને વલ્લભીપુરમાં દોઢ ઇંચ તથા તળાજામાં ૧ ઇંચ વરસાદ પડયો છે.
અમરેલી જીલ્લાના ખાંભામાં સાડા ૩ ઇંચ, લીલીયામાં દોઢ ઇંચ વરસાદ પડયો છે.
જૂનાગઢ
(વિનુજોશી દ્વારા) જૂનાગઢઃ જૂનાગઢના મેંદરડામાં પોણો ઇંચ, વિસાવદરમાં અડધો ઇંચ વરસાદ પડયો છે. જયારે માણિભ્રદ્ર, વંથલી, જૂનાગઢ, કેશોદમાં ઝાપટા પડયા છે
અમરેલી
જીલ્લાના રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ પડતા ઉંચેયા ગામ સંપર્ક વિહોણું થયું હતું
ઉનાના ઠેસરીયા ગામે ખેતરમાં વરસાદી પાણી ભરાયા હતા









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
