હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 27th October 2025
કચ્છના રાપર, ભુજમાં વરસાદ સાથે જ કમોસમી માવઠાની બીકે ખેડૂતોની વધારી ચિંતા
રાપર અને ભુજમાં વરસાદ ના ઝાપટા સાથે સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ સાથે વાતાવરણમાં પલટો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૭: હવામાન વિભાગ ની આગાહી અનુસાર અરબ સાગર મા સરજાયેલ અપર લો પ્રેસર ના લીધે કચ્છ સૌરાષ્ટ્ર માં વરસાદ ની આગાહી કરવામાં આવી છે. તે વચ્ચે આજે કચ્છના રાપર, ભુજ શહેર અને આસપાસના વિસ્તારોમાં જોરદાર ઝાપટા સાથે વરસાદ વરસ્યો હતો. જેના લીધે શહેર મા માર્ગ પર થી પાણી વહી નિકળ્યા હતા રાપર શહેર ઉપરાંત આસપાસ ના ગામો માં ઝાપટા વરસ્યા હતા. વરસાદ ના કારણે વાતાવરણમાં ઠંડી નો અનુભવ થતો હતો વાતાવરણ જાણે કારતક મા અષાઢી માહોલ સર્જાયો હતો. જિલ્લામાં અન્યત્ર પણ કમોસમી વરસાદી માહોલે ખેડૂતોની ચિંતા વધારી છે. (તસ્વીરઃ મુકેશ રાજગોર, રાપર)
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
