હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જસદણ માર્કેટિંગ યાર્ડમાં મગફળી ભરેલા વાહનોની લાંબી કતારો લાગી: ભારે હાલાકી
બે વર્ષ પહેલાં 20 વીઘા જમીન લીધી છતાં હજુ શેડનું કામ અધૂરું :વરસાદમાં 12 કલાકથી લાઈનમાં ઊભા હોવાનો દાવો: શેડમાં જગ્યા હોવા છતાં ખેડૂતોને બહાર લાઈનમાં રાખ્યાનો આક્ષેપ

સૌરાષ્ટ્રમાં એક તરફ માવઠાનો વરસાદે ભારે વિનાશ વેર્યો છે, બીજી તરફ રાજકોટના જસદણ માર્કેટિંગ યાર્ડમાં મગફળી ભરેલા વાહનોની લાંબી કતારો લાગી છે. ગઈકાલ રાતથી મગફળી ભરેલા વાહનો લાઈનમાં લાગેલા છે જેના કારણે ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે. ખેડૂતો વરસાદમાં 12 કલાકથી લાઈનમાં ઊભા હોવાનો દાવો કરાઈ રહ્યો છે. શેડમાં જગ્યા હોવા છતાં ખેડૂતોને બહાર લાઈનમાં રાખ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
અનેક ખેડૂતોની મગફળી રસ્તા પર પલળી હોવાનો પણ આક્ષેપ કરાઈ રહ્યા છે. બે વર્ષ પહેલાં 20 વીઘા જમીન લીધી છતાં હજુ શેડનું કામ અધૂરું છે. માર્કેટિંગ યાર્ડની બેદરકારીને કારણે ખેડૂતોની મગફળી પલળી ગઈ છે. શેડમાં પાણી ભરાતા મગફળી ઉતારવામાં મુશ્કેલી આવી રહી છે. પાણીમાં ઉતારેલી મગફળી સસ્તા ભાવે વેચવાની ફરજ પડી રહી છે. મગફળીના પ્રતિમણનો ભાવ માત્ર 800થી 900 રૂપિયા છે. 5 દિવસ અગાઉ જાહેરાત કર્યા હોવાનું માર્કેટ યાર્ડના ચેરમેન રટણ કરી રહ્યા છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
