<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

રાજુલા તાલુકાનું ઉંચેયા ગામ સંપર્ક વિહોણું બન્યુ:ધાતરવડી નદીના પાણી ફરી વળતા વાડીમાં 50 જેટલા મજૂરો ફસાયા

તમામ મજૂરોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા: ધારાસભ્ય હિરા સોલંકીએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી

અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકાનું ઉંચેયા ગામ સંપર્ક વિહોણું બન્યુ છે. ધાતરવડી નદીના પાણી ફરી વળતા વાડીમાં 50 જેટલા  મજૂરો ફસાયા હતા.  આ મજૂરોનું રેસક્યુ કરવામાં આવ્યુ હતું . તમામ મજૂરોને સુરક્ષિત સ્થળે  ખસેડવામાં આવ્યા હતા . ધારાસભ્ય હિરા સોલંકીએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. પીપાવાવ મરીન પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

 


 

(7:06 PM IST)