હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 27th October 2025
સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદથી મોટાડેમના દરવાજા ખોલવા પડ્યા : નીચાળવાળા ગામોને એલર્ટ અપાયું
શેત્રુજી ડેમના 20 દરવાજા.ધાતરવાડી ડેમના 19 દરવાજા,માલવણ ડેમના 30 દરવાજા શિંગોડા ડેમના ત્રણ દરવાજા ખોલાયા : રાયડી ડેમ પણ છલકાયો

ભાવનગરની જીવાદોરી ગણાતો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં 20 દરવાજા ખોલવામાં આવ્યા છે. તો અમરેલીના દરિયાકાંઠા વિસ્તારોમાં ધોધમાર વરસાદ બાદ ધાતરવડી ડેમના 19 દરવાજા ખોલી દેવામાં આવ્યા. માલણ ડેમના 30 દરવાજા ખુલી જતા ભાવનગર જિલ્લાના અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ગીર-સોમનાથના શિંગોડા ડેમમાં પણ પાણીની આવક વધતાં ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા. અમરેલીના ખાંભામાં રાયડી ડેમ છલકાતાં નીચાણવાળા ગામોને એલર્ટ અપાયું છે
(8:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
