હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 27th October 2025
રાજુલા તાલુકાના ચોત્રા ગામમાં ભારે વરસાદ પછી નદીમાં ઘોડાપૂર: બ્રિજ પર પાણી ફરી વળતાં ગામનો સંપર્ક તૂટ્યો
પાણીના ભયાનક પ્રવાહમાં વીજ પોલ ધરાશાયી થતા લોકોમાં અફરાતફરી: ધાતરવડી ડેમમાંથી પાણી છોડાતા નદીઓમાં પાણીની આવક વધી

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ચોત્રા ગામમાં ભારે વરસાદ પછી નદીમાં ઘોડાપૂર આવ્યા છે. બ્રિજ પર પાણી ફરી વળતાં ગામનો સંપર્ક તૂટી ગયો છે. સગર્ભા મહિલાને લેવા આવેલી એમ્બ્યુલન્સ પાણી ભરાવાને કારણે પરત ફરવી પડી હતી. પાણીમાં ગરક થતા ગામમાં અવરજવર બંધ થઈ ગઈ છે અને ગ્રામજનો હાલાકીનો સામનો કરી રહ્યા છે.
તો અમરેલીના કમોસમી આફતથી રાજુલા જ નહીં જાફરાબાદ પંથકમાં હાલાકી છે.જ્યાં અતિભારે આફત વરસતા ગામ તો સંપર્ક વિહોણું થયું જ છે પરંતુ પાણીના ભયાનક પ્રવાહમાં વીજ પોલ ધરાશાયી થવાના દ્રશ્યો સામે આવતા લોકોમાં અફરાતફરી ફેલાઈ ગઈ હતી. ધાતરવડી ડેમમાંથી પાણી છોડાતા નદીઓમાં પાણીની આવક વધી છે.,.તંત્રની કામગીરી સામે પણ ગ્રામજનોમાં ભારે રોષ છે કેમ કે ગામની ચારેય તરફ પાણી હોવા છતાં કોઈ મદદે આવ્યું નથી
(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
