<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

ભાવનગરમાં માલણ ડેમમાંથી પાણી છોડાતા પૂલ તૂટ્યો : બોરડીથી મોટા ખૂટવડા જવાનો માર્ગ પાણીમાં ગરકાવ

વાઘનગર ગામે એક યુવક પાણીના તેજ પ્રવાહમાં તણાયો :સદનસીબે યુવક એક બાવળના ઝાડને પકડીને ઉભો રહી ગયો.

ભાવનગરમાં માલણ ડેમમાંથી પાણી છોડાતા પૂલ તૂટ્યો છે. પૂલ પાણીમાં તણાઈ જતા બોરડીથી મોટા ખૂટવડા જવાનો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં ધોધમાર વરસાદને કારણે ગામડાં પાણી-પાણી થઈ ગયા. રસ્તાઓ પર પાણી ફરી વળતાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. વાઘનગર ગામે એક યુવક પાણીના તેજ પ્રવાહમાં તણાઈ જતાં દહેશતનો માહોલ સર્જાયો હતો. સદનસીબે યુવક એક બાવળના ઝાડને પકડીને ઉભો રહી ગયો. ગ્રામજનોની તકેદારી અને હિંમતના કારણે દોરડાની મદદથી યુવકનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું. વરસાદી હાહાકાર વચ્ચે ગામમાં રાહતનો શ્વાસ છૂટી ગયો.

(8:29 PM IST)