<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

ભાવનગરના સિહોરમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબકયો : રસ્તા પર નદીઓ વહેતી હોય તેવો દ્રશ્યો

મહુવા તાલુકાના ટાઉન વિસ્તારમાં સતત બીજા દિવસે ધોધમાર કોમોસમી વરસાદ શરૂ થતા સ્થાનિકોને ગરમીથી રાહત મળી હતી.

ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ ખાબકયો હોવાની વાત સામે આવી છે, સિહોરમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબકયો છે અને શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડયો હોવાની વાત સામે આવી છે. ભાવનગર પંથકમાં મોડી રાતથી વહેલી સવાર સુધી વરસાદ વરસ્યો હોવાની વાત સામે આવી છે, રસ્તા પર નદીઓ વહેતી હોય તેવો દ્રશ્યો સામે આવ્યા છે અને શિયાળામાં ચોમાસા જેવો વરસાદ ખાબકયો છે, ભાવનગર મહુવા તાલુકાના ટાઉન વિસ્તારમાં સતત બીજા દિવસે ધોધમાર કોમોસમી વરસાદ શરૂ થતા સ્થાનિકોને ગરમીથી રાહત મળી હતી.

 


 

(9:08 PM IST)