<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

ભાવનગર જિલ્લામાં વરસાદને લઈ યલો એલર્ટ:તમામ બંદરો ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવાયું

મહુવાના હોસ્પિટલ માર્ગો પર ગોઠણ સુધીના પાણી ભરાયા: કમોસમી વરસાદ ખાબકતા તાલુકા ગ્રામ્ય પંથકમાં ખેડૂતોની ચિંતામાં વધારો

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીને લઈ ભાવનગર જિલ્લામાં વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, સતત બીજા દિવસે કમોસમી માવઠું વરસવાના કારણે મહુવાના હોસ્પિટલ માર્ગો પર ગોઠણ સુધીના પાણી ભરાયા છે અને કમોસમી વરસાદ ખાબકતા તાલુકા ગ્રામ્ય પંથકમાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, કમોસમી વરસાદના કારણે કપાસ, સીંગ, સોયાબીન અને ઘાસચારમાં સૌથી વધું નુકસાની જવાની ભીતી સેવાઈ રહી છે. 

ભાવનગરના જેસરમાં કમોસમી વરસાદ વરસ્યો છે, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે અને કપાસનો તૈયાર પાક વરસાદમાં પલળ્યો છે, બીલા, ઉગલવાણ, કાત્રોડી ગામમાં વરસાદ થયો છે, અને કપાસ, મગફળી, ડુંગળીને નુકસાનની ભીતિ જોવા મળી રહી છે, ભાવનગરના ઘોઘાના દરિયામાં કરંટ જોવા મળ્યો છે અને તમામ બંદરો ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે, ભારે વરસાદની આગાહીને પગલે સિગ્નલ લગાવાયું અને 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

 

(9:10 PM IST)