હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 28th October 2025
મોરબીના નીચી માંડલ નજીક કારખાનામાં નીચે પટકાતા યુવાનનું મોત
મોરબીના આંદરણા ગામે યુવાને ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણી લીધો

(પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાં આવેલ સેગા સિરામિક ફેકટરીમાં કામ કરતા અને અહીં જ લેબર કોલોનીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની લખનભાઈ પ્રતાપભાઈ રાવત ઉ.22 નામનો યુવક ગત તા.20ના રોજ લેબર કોલોનીમાં બીજા માળે પાળીએ બેઠો હતો ત્યારે અકસ્માતે પડી જતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.મોરબીના આંદરણા ગામે યુવાને ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણી લીધો.
મોરબી તાલુકાના આંદરણા ગામે રહેતા અજયભાઈ રવજીભાઈ ચાવડા ઉ.29 નામના યુવકે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
(12:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
