<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

જેતપુર જલારામ મંદિર દ્વારા કાલે પૂ.જલારામબાપાની ૨૨૬મી જન્‍મ જયંતિ નિમિતે ભજન - ભોજન પ્રસાદનું આયોજન

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.૨૮: સૌરાષ્‍ટ્રના સંત શિરોમણિ પૂ.જલારામ બાપાની જન્‍મ જયંતિ દરેક ગામોમાં ખૂબ ધામ ધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. અહીં જૂનાગઢ રોડ ઉપર આવેલ જલારામબાપાના મંદિરે જલારામ મંદિર ટ્રસ્‍ટ દ્વારા દર વર્ષે ભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. વિરપુરમાં જેમ કોઈ નાત જાત ના ભેદભાવ વિના બાપાનો પ્રસાદ લેછે તે અહીં પણ અઢારે વરણ એક સાથે બેસીને પ્રસાદ લે છે.

મંદિરે ને રંગ બેરંગી ફૂલો તેમજ રોશનીથી ઝળહળી કરવામાં આવ્‍યું છે. આવતી કાલે સવારે ૬:૩૦ કલાકે ષોડસોપચાર વિધિથી પૂ.બાપાની પૂજન વિધિ કરાશે. બપોરે ૪:૩૦ કલાકે થી  અન્નકૂટ ધરાવશે તેના દર્શન બાદ ૬:૫૦ સંધ્‍યા આરતી પૂર્ણ થયે જલારામ બાપા ના તમામ ભક્‍તો માટે સમૂહ પ્રસાદનું આયોજન કરાયું છે. રાત્રે ૯ કલાકેથી  કાશીવિશ્વનાથ ધૂન મંડળ, નંદ ગો સેવાના સભ્‍યો દ્વારા અખંડ રામધૂન થશે બાદ રાત્રીના ૧૨ કલાકે મહા આરતી કરવામાં આવશે. તો તમામ ભક્‍તોને પૂ. જલારામબાપાના દર્શન અને પ્રસાદનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવાયું છે. કાર્યક્રમને સફળ બનાવવા શ્રી જલારામ મંદિર સેવકગણ, ગુરુશ્રી ભોજલરામ સેવા સમિતિ ના સભ્‍યો જહેમત ઉઠાવી રહ્યા છે. 

(10:48 AM IST)