તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 28th October 2025
કાલે વિરપુરમાં પૂ.જલારામબાપાની ૨૨૬મી જન્મજયંતિ ધામધુમથી ઉજવાશે
સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં આવતી પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની ૨૨૬મી જયંતી ઉજવવા જય જલીયાણના નાદ સાથે હજારો પદયાત્રિઓ વિરપુર પહોચ્યા : ઠેર ઠેર માનવ સેવાના કેન્દ્રો, ઘેરઘેર રંગોળીઓ તેમજ વીરપુરના મુખ્ય રસ્તાઓ પર પૂજ્ય બાપાના ફલોટસ તૈયાર કરાશેઃ કાલે વહેલી સવારે જગ્યાના ગાદીપતિ પૂજ્ય રધુરામબાપા તેમજ પરિવારજનો દ્વારા પૂજ્ય જલારામ બાપાની સમાધીનું પૂજન કરશે

(કિશન મોરબીયા દ્વારા) વીરપુર, તા.૨૮: ભજન,ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એવા સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં આવતી કાલે સંત શિરોમણી જલારામ બાપાની જન્મ જ્યંતી ઉજવાશે, પૂજ્ય બાપાની જન્મ જયંતીને લઈને દર વર્ષે પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે જલા બાપામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ભાવિકો દેશ વિદેશથી ઉમટી પડે છે,
પૂજ્ય જલારામ બાપાના દર્શન કરવા માટે ભાવિકો દૂરદૂર થી વાહનો મારફત તેમજ સાયકલો લઈને તેમજ પગપાળા વીરપુર આવી પહોંચતા હોય છે. જેમાં છેલ્લા સોળ વર્ષથી અવિરતપણે પૂજ્ય બાપાની જન્મજયંતિ નિમિત્તે સુરતના ગભેણી ગામેથી પગપાળા આવતો પદયાત્રીકો તેમજ સાયકલ યાત્રા સંઘ આવી પહોંચ્યો હતો, તેમજ અમદાવાદ, વડોદરા, સુરત, ભરૂચ, નવસારી તેમજ મુંબઈ, ઉત્તર ગુજરાત સહીતના યાત્રિકો પૂજ્ય જલાબાપામાં અતૂટ શ્રદ્ધા અતૂટ વિશ્વાસ ધરાવતા યાત્રીઓએ જલારામ બાપાની જય તેમજ જય શ્રી રામ ના નારા લગાવ્યા હતા.
વીરપુરમાં પૂજ્ય જલારામ બાપાની જયંતિ એટલે જાણે બીજી દિવાળી હોય તેમ ઘેર ઘેર રંગોળીઓ તેમજ મુખ્ય રસ્તાઓ પર પૂજ્ય જલારામ બાપાની જીવન ઝાંખી દર્શાવતા વિવિધ ફલોટ્સ તૈયાર કરવામાં આવશે છે તેમજ અલગ અલગ મિત્ર મંડળો દ્વારા ભાવિકો માટે વિનામૂલ્યે ઠંડા પીણાં, શરબત,છાશ તેમજ ચા નાસ્તા સહીતના સ્ટોલો ઠેરઠેર કરવામાં આવશે છે,પૂજ્ય જલારામ બાપાની ૨૨૬ મી જન્મ જયંતી બુધવારે વહેલી સવારે જલાબાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા તેમજ પૂજ્ય બાપાના પરિવારજનો દ્વારા પૂજ્ય જલારામ બાપાની સમાધિનું પૂજન કરશે ત્યાર બાદ શ્રી જલારામ બાપાની આરતી કરવામાં આવશે તેમજ સવારે નવ વાગ્યે મીનળવાવ ચોકથી ભવ્ય શોભાયાત્રા નીકળશે જેમાં ૨૨૬ કિલો બુંદીનાને ગાંઠિયાનો પ્રસાદ વિતરણ કરવામાં આવશે જેની તૈયારીઓના ભાગરૂપે ૨૨૬ કિલો બુંદી ગાંઠિયાના પેકેટ તૈયાર કરી દેવામાં આવ્યા છે, જ્યારે ચામુંડા ચોક ખાતે યુવાનો દ્વારા મંગળવારે રાતે ૧૨ વાગ્યે ભવ્ય કેક કાપીને ભાવિકોને વિતરણ કરાશે અને પૂજ્ય જલાબાપાની મહા આરતી કરાશે.
પૂજ્ય જલારામ બાપાની ૨૨૬મી જન્મ જયંતિને લઈને દૂરદૂરથી ભાવિકોનો પ્રવાહ વીરપુર તરફ આવતા હોવાથી ટ્રાફિક કે કોઈ અઈચ્છનીય બનાવો ન બને તે માટે વિરપુર પોલીસ દ્વારા એકસો સાઈઠ વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત વિરપુર પોલીસના પીઆઈ.એસ.જી.રાઠોડના માર્ગદર્શન હેઠળ ગોઠવવામાં આવ્યો છે.
પૂજ્ય બાપાની ૨૨૬મી જયંતિને લઈને વીરપુરવાસીઓ તેમજ ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો દેશ વિદેશમાંથી આવતા લાખો ભક્તો પૂજ્ય જલારામ બાપાને શીશ ઝુકાવીને ધન્યતા અનુભવશે.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
