<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

કમોસમી ભારે વરસાદના માવઠા આશ્ચર્ય સર્જે છે

ચોમાસાની વિદાય બાદ આગાહીઓના અવતરણોની ભરમાર

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા., ર૮: અરબ સાગરમાં છેલ્લા વધુ દિવસોથી ઘુમરાઇ રહેલી સીસ્‍ટમ કે જે ડીપ્રેશન કેટેગરી એ છે તે ડીપ ડીપ્રેશન બની ગયા બાદ સ્‍ટોર્મ-સીવીયર સ્‍ટોર્મ અને વેરી સીવીયર સ્‍ટોર્મ અર્થાત ભારે વાવાઝોડુ બનવાની પુરી સંભાવના વ્‍યકત કરાઇ હતી તે સંભાવના હજુ સુધી શકય બની નથી. પ્રારંભે અરબ સાગરવાળી આ સીસ્‍ટમ ઓમાન-યમન તરફ જઇ નબળી પડી જવાની હતી તેવી સંભાવના આઇએમડી દ્વારા પણ વ્‍યકત કરાઇ હતી પણ એવુ હજુ સુધી બની શકયું નથી. આ ડીપ્રેશન સીસ્‍ટમનો ટ્રેક ઉતર પヘમિ દિશા તરફ રહેવા અંગે આઇએમડી દ્વારા અત્‍યાર સુધીમાં વારંવાર બદલાવ કરાયા છે. સીસ્‍ટમનો ટ્રેક વારંવાર બદલાયાનો કોઇ નકાર કરી શકતું નથી.

વિતેલા દિવસોમાં બંગાળની ખાડીમાં ઉદભવેલી બે સીસ્‍ટમો એક બીજામાં સમ્‍મલીત થઇ (મર્જ થઇ) આ હાલની ડીપ્રેશન સીસ્‍ટમ અરબ સાગરમાં ઘુમરાઇ રહી છે. કોઇ પણ મોટી સીસ્‍ટમ નાની સીસ્‍ટમને પોતાનામાં સમાવી લે છે. મર્જ થઇ જાય છે. શું બંગાળની મોન્‍યા સ્‍ટોર્મ સીસ્‍ટમ આ અરબ સાગરની ડીપ્રેશન સીસ્‍ટમને પોતાની તરફ સમાવી શકશે ?

મોન્‍થા વાવાઝોડુ આજે લેન્‍ડફેલ થયા બાદ તે બાદમાં મધ્‍યપ્રદેશ સુધી આવશે. ત્‍યારે વાવાઝોડુ મટીને ડીપ્રેશન હશે. શું ત્‍યારે અબર સાગરની સીસ્‍ટમ સાથેતેની કનેકટીવીટી થશે? અને મધ્‍યપ્રદેશ પહોંચ્‍યા બાદ ડીપ્રેશન બનેલી આ સીસ્‍ટમ ઉતર તરફ ફંટાવાને બદલે પヘમિ તરફ ફંટાઇ, ગુજરાત ભણી તેના અવશેષોથી ગુજરાતમાં આ માસના અંત ભાગે અને નવેમ્‍બરના પ્રારંભે ભારે વરસાદ વરસાવશે?

આ બધી સંભાવનાઓ અને આગાહીઓના અવતરણોની ભરમારથી દ્વિધા જરૂર ઉભી થવા પામે છે.

આઇએમડીના ટેનડેઝ ફોરકાસ્‍ટ મોડેલ મેપ્‍સમાં આવનારા દસ દિવસો દરમ્‍યાનના ગાળામાં ગુજરાતમાં ભારે વરસાદના વરતારા હાલ સ્‍પષ્‍ટ જોવા મળી રહયા છે.

(11:49 AM IST)