News of Tuesday, 28th October 2025
ગોંડલનાં રાજવી સર ભગવતસિંહની ૧૬૦મી જન્મજયંતિ નિમીતે ભાવવંદના

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલઃ પ્રજાવત્સલ રાજવી મહારાજા સર ભગવતસિંહજી ની ૧૬૦મી જન્મજયંતિ નિમીતે ભગવત ગાર્ડન ખાતે વર્તમાન રાજવી હિમાંશુસિંહ, કુમાર જ્યોતિર્મયસિંહ હવામહેલ ઉપરાંત નગરપાલિકાનાં કારોબારી અધ્યક્ષ ક્રિપાલસિંહ જાડેજા, ભાજપ મોવડી અશોકભાઈ પીપળીયા, પૃથ્વીસિહ જાડેજા સહિત આગેવાનોએ ઉપસ્થિત રહી મહારાજા ભગવતસિહ ની પ્રતિમા ને ફુલહાર તથા પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવંદના કરી હતી. ઉપરાંત કપુરીયાચોક ખાતે મહારાજા ની પ્રતિમાને પણ ભાવાંજલી અર્પણ કરાઇ હતી. મહારાજા સર ભગવતસિંહ એક પ્રગતીશીલ અને સુધારાવાદી રાજવી તરીકે જાણીતા હતા. તેમના સાશનમાં માહીતી અધીકાર ધારો અમલી હતો. કન્યા કેળવણી ફરજીયાત અને વિના મુલ્યે કરાવનારાં તેઓ પ્રથમ રાજવી હતા. રેલ્વે નાં તેઓ પાયોનિયર હતા. બેનમુન નગરરચના માટે ગોંડલ આજે પણ વિખ્યાત છે. નગરજનોએ મહારાજા સર ભગવતસિંહજીની પ્રજાલક્ષી નોંધપાત્ર સિદ્ધિઓ ને યાદ કરી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
