ધ્રાંગધ્રાના રામપરાના રાહાભાઇનું પગનું ઓપરેશન કરાવ્યા બાદ મોત
અલગ અલગ ત્રણ હોસ્પિટલ બદલ્યા બાદ વૃધ્ધે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડયોઃ ખટાણા પરિવારમાં શોક

રાજકોટ તા. 28: ધ્રાંગધ્રાના રામપરા ગામે રહેતાં રાહાભાઇ વાલાભાઇ ખટાણા (ઉ.વ.65) નામના વૃધ્ધને પગનું ઓપરેશન કરાવ્યા બાદ તબિયત બગડતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ તેમનું મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
જાણવા મળ્યા મુજબ રાહાભાઇ ખટાણાને પગના અંગુઠામાં તકલીફ થઇ ગઇ હોઇ સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં 14/10ના રોજ દાખલ કરાયા હતાં. બાદમાં 16મીએ પગના અંગુઠાનું ઓપરેશન કરાવ્યું હતું. જો કે ત્યારબાદ તબિયત વધુ બગડતાં 23મીએ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. ત્યાંથી વધુ સારવાર માટે 25મીએ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં. અહિ ગત સાંજે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા સહિતે ધ્રાંગધ્રા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર રાહાભાઇ ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
