<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

કચ્‍છના ભૂજ, નખત્રાણા, માંડવી, ભચાઉ, રાપરમાં માવઠાનો માર : બંદરો ઉપર ૩ નંબરનું સિગ્નલ

(વિનોદ ગાલા દ્વારા) ભૂજ, તા. ર૮ :   અરબી સમુદ્રમાં સર્જાયેલા હવાના દબાણ વચ્‍ચે કચ્‍છના હવામાનમાં ભારે પલટો આવ્‍યો છે. જિલ્લાના ૫ તાલુકાઓમાં કમોસમી માવઠાએ ખેડૂતો માટે મુશ્‍કેલી સર્જી છે. માવઠાને પગલે ખેતીને મોટું નુકસાન છે. હજી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી છે. ધોમધખતા તાપ વચ્‍ચે હવે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. માછીમારોને દરિયો ખેડવાની મનાઈ સાથે બંદરો ઉપર ૩ નંબરનું સિગ્નલ લગાવાયું છે.

(11:47 AM IST)