News of Tuesday, 28th October 2025
કાલે સોૈરાષ્ટ્ર-કચ્છમાં પૂ.જલારામબાપા જન્મજયંતિની ભવ્યતાથી ઉજવણી
ગામે ગામ શોભાયાત્રા, મહાપ્રસાદ, બટુકભોજન, ધુન-ભજન, કિર્તન સહિતના કાર્યક્રમો

રાજકોટ તા.૨૮: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં કાલે પૂ.જલારામબાપા જન્મજયંતિ ધામધૂમથી ઉજવાશે. શોભાયાત્રા, મહાપ્રસાદ, બટુકભોજન, ધુન, ભજન, કિર્તન સહિતના કાર્યક્રમો યોજાશે.
ગોંડલ
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલઃ સંત શિરોમણી પુ.જલારામ બાપાની ૨૨૬ માં જન્મોત્સવ પ્રસંગે તા.૨૯ બુધવાર નાં લોહાણા મહાજન તથા રઘુવંશી સેવા મંડળ દ્વારા પુજન,શોભાયાત્રા તથા સમુહ ભોજનનું આયોજન કરાયુ છે.
બુધવાર સવારે લોહાણા મહાજન વાડી ખાતે સવારે નવ કલાકે રામજી મંદિરનાં મહંત પુ.જેરામદાસ બાપુનાં હસ્તે પુજનવીધી કરાશે.
બપોરનાં સમુહ ભોજન પ્રસાદ તથા બપોરે સાડા ત્રણ કલાકે પુ.જલારામબાપાની શોભાયાત્રા લોહાણા મહાજન વાડી મહાદેવવાડી થી પ્રસ્થાન થઇ તરકોશી હનુમાનજી, કડીયાલાઈન, માંડવીચોક, વેરીદરવાજા, નાનીબજાર થઇ ચોરડી દરવાજા ચોકમાં જલારામ મંદિર ખાતે પુર્ણ થશે.
શોભાયાત્રામાં ૧૦૧ કળશધારી બાળાઓ જોડાશે તથા રઘુવંશી યુવાનો ૫૧ બાઇક સાથે શોભાયાત્રાનું પાયલોટીંગ કરશે.પુ.જલારામ બાપાનાં જન્મોત્સવને સફળ બનાવવાં પ્રમુખ જગદીશભાઈ ગણાત્રાની રાહબરી હેઠળ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
જામજોધપુર
(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુરઃ શ્રી જલારામ મંદિર સેવા ટ્રસ્ટના ઉપક્રમે જામજોધપુરમાં આવતીકાલે તા.૨૯ ને બુધવારના રોજ જલારામબાપાની ૨૨૬ મી જન્મજયંતિની આનંદ અને ઉત્સાહ સાથે ઊજવણી થશે સવારે ૬ કલાકે ગૌસેવા યજ્ઞ તથા શ્વાન ગ્રાસ યજ્ઞ ,૬.૩૦ કલાકે ઝુપડપટ્ટી વિસ્તારમાં ફૂડ પેકેટ વિતરણ કરાશે, સવારે ૭.૧૫ કલાકે પૂજ્ય જલારામ બાપાનું પૂજન, આરતી, પુષ્પાભિષેક, સવારે ૮ થી ૧ વાગ્યા સુધી ભવ્ય અન્નકુટ દર્શન , બપોરે ૩.૩૦ કલાકે જલારામ મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળશે ત્યારબાદ ૬.૩૦ કલાકે મહાઆરતી થશે, સાંજે ૭ કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
સાથે રાત્રે ૯ કલાકે ધૂન ભજનનું ભવ્ય દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ પાવન પ્રસંગે ઉપસ્થિત રહેવા યાદીમાં જણાવાયું છે.
વેરાવળ
(દિપક કક્કડ દ્વારા) વેરાવળઃ વેરાવળ સોમનાથ જલારામ બાપાની જન્મજયંતી ભવ્ય રીતે ઉજવાશે બન્ને ભોજન પ્રસાદી ભવ્ય શોભાયાત્રા સહીતનું જલારામ મંદિરે અનેક કાર્યક્રમનું આયોજન કરાયેલ છે.
વેરાવળ સોમનાથમાં જલારામ બાપાની જન્મજયંતી બુધવારે ઉજવાશે જેની તડામાર તૈયારીઓ ચાલી રહેલ છે વેરાવળ લોહાણા મહાજન વાડી માં સવારે ૧૧ વાગ્યાથી બપોરે ૨ વાગ્યા સુધી રધુવંશી પરીવાર લોહાણા જ્ઞાતિ માટે ભોજન પ્રસાદીનું આયોજન કરાયેલ છે સાંજે ૬ થી રાત ના ૧૦ વાગ્યા સુધી નગરપાલિકાના કોમ્યુનીટી હોલ માં આયોજન કરાયેલ છે કાર્યક્રમ ની વ્યવસ્થા માટે તા.૨૮ ના રાત્રે ૧૦ વાગ્યે કોમ્યુનીટી હોલમાં મીટીગ રખાયેલ છે બુધવારે મોટી શાક માર્કેટ જલારામ મંદિર થી ભવ્ય શોભાયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર નિકળશે. સોમનાથ પ્રભાસપાટણ લોહાણા મહાજન વંડી ખાતે બન્ને ટાઈમ ભોજન પ્રસાદી તેમજ રામરાખ ચોકમાં આવેલ જલારામ મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નિકળશે.
ગોંડલ
(અશોક જોશી દ્વારા) ગોંડલઃ ગોંડલ અત્રેના ભોજરાજ પરા ખાતે આવેલાં જલારામ મંદિર પુજ્ય સંત શીરોમણી શ્રી જલારામ બાપાની જયંતી નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સાંજે પુજ્ય શ્રી જલારામ બાપાની મહાઆરતી અને ભાવીક ભક્તો માટે સાજેમહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે. આ માટે હરીભાઇ સેજપાલની ટીમ કાર્યરત છે જલારામ બાપાના ભક્તોને દર્શન તેમજ મહાપ્રસાદ નો લાભ લેવા અનુરોધ છે તેમ રાજુભાઇ પોપટ ગંગાસાગરની એક યાદી માં જણાવ્યું છે.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
