News of Tuesday, 28th October 2025
પોરબંદરની શ્રીનાથજી હવેલીમાં નોમના રોજ શુક્રવારે અન્નકુટ મનોરથ દર્શન
નાથદ્વારા શ્રીનાથજી હવેલી સાથે પોરબંદર શ્રીનાથજી હવેલી (માણેક ચોક)નું સંચાલન નાથદ્વારા ટેમ્પલ બોર્ડ દ્વારા થાય છે. દિવાળી પછી ભારતભરની હવેલીઓમાં અન્નકૂટ દર્શન યોજાઇ છે ત્યારે પોરબંદરની શ્રીનાથજી હવેલીમાં નોમના રોજ અન્નકૂટ મનોરથ દર્શન રાખવામાં આવે છે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૨૮: પ્રાચીન શ્રીનાથજી હવેલીમાં તા.૩૧ શુક્રવાર નોમના રોજ સાંજે અન્નકુટ મનોરથ દર્શન રાખેલ છે.
ભારતમાં શ્રીનાથજી ની હવેલી નાથદ્રારા પછી નાથદ્વારા ટેમ્પલ બોર્ડ દ્રારા પોરબંદરની હવેલીનું પણ સંચાલન કરવામાં આવતું હોય અને પોરબંદરની હવેલી નીકુંજનાયક શ્રીજી બાવાના પરમ અનુગ્રહ અને વલ્લભકુલ સીરોમણી પૂ.પા.ગો.૧૦૮ તીલકાયત શ્રી -રાકેશકુમારજી (શ્રી ઈન્દ્રમનજી) મહારાજની આજ્ઞા અને આર્શીવાદ એવમ પૂ.પા.ગો.૧૦૫ શ્રી વિશાલકુમારજી (ભુપેશકુમારજી) બાવા મારેલાની પ્રરણા અન્નકુટ મનોરથનું આયોજન થયેલ દિવાળી પછી સમગ્ર ભારતમાં હવેલીઓમાં ‘‘અન્નકુટ'' ના દર્શન રાખવામાં આવતા હોય છે. પરંતુ પોરબંદરની શ્રીનાથજી ની હવેલીમાં વર્ષોથી ‘‘નોમ'' ના અન્નકુટ નો મનોરથ રાખવામાં આવે છે. અને તે રીતે તા. ૩૧/ ને શુક્રવાર. ના રોજ સાંજના ૫-૩૦ વાગ્યા થી અન્નકુટ મનોરથ ના દર્શનના મળવાનો લાહવો વૈેષ્ણવજનોને મળશે.
વૈષ્ણવો ને આ અનેરા મનોરથમાં દર્શને પધારવા પોરબંદર હવેલીના અધિકારી જીવનભાઈ રાઠોડ તથા મુખ્યાજી પ્રકાશભાઈ ઠાકર તથા પાર્થ ઠાકર તથા દેવલ ઠાકર દ્રારા પોરબંદરના તમામ એક યાદીમાં નિમંત્રણ પાઠવ્યું છે.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
