<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

વન અને પર્યાવરણ અને સાયન્‍સ ટેકનોલોજીમાં નવા માપદંડો મુજબ કામ કરીશઃ અર્જુનભાઇ

કેબીનેટમંત્રી તરીકેનો વિધિવત ચાર્જ સંભાળતા અર્જુનભાઇ મોઢવાડિયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૨૮: વન-પર્યાવરણ કેબીનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડિયાએ પોતાના હોદાનો વિધિવત રીતે પદભાર સંભાળીને અર્જુનભાઇએ જણાવેલ કે વન પર્યાવરણ અને સાયન્‍સ ટેકનોલોજીમાં નવા માપદંડો અને નવા લેન્‍ડ માર્ક સિધ્‍ધ થાય તેવી કામગીરી કરીશ.

પોરબંદરના ધારાસભ્‍ય અને કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સ્‍વર્ણિમ સંકુલ-૧, ગાંધીનગર ખાતે પૂજન-અર્ચન બાદ વન અને પર્યાવરણ વિજ્ઞાન અને ટેકનોલોજી, કલાઈમેન્‍ટ ચેન્‍જ વિભાગના કેબીનેટ મંત્રી તરીક વિધિવત રીતે પદભાર સંભાળ્‍યો હતો. ચાર્જ સંભાળતાની સાથે જ તેમણે વિભાગોની કામગીરી શરૂ કરી દીધી હતી.

મંત્રી અર્જુનભાઇએ જણાવ્‍યું હતું કે તેમને આ જવાબદારી યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈની પ્રેરણા, દેશના મજબૂત નેતા અને કેન્‍દ્રીય ગળહમંત્રી અમિત શાહના માર્ગદર્શન, અને મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતળત્‍વમાં મળી છે.

મંત્રીશ્રી અર્જુનભાઇએ  આગામી દિવસોની કામગીરીનું વિઝન સ્‍પષ્ટ કરતા કહ્યું કે, આ ક્ષેત્રની અંદર નવા આયામો, નવા માપદંડો, અને નવા લેન્‍ડમાર્ક સિદ્ધ થાયએ માટે કામગીરી કરવામાં આવશે. તેમનો ઉદ્દેશ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતળત્‍વની ગુજરાત સરકારમાં આ વિભાગોમાં એક ડગલું આગળ વધી શકાય તે પ્રકારની કામગીરી કરવાનો છે. મંત્રી અર્જુનભાઇએ તેમના પુરોગામી મૂળુભાઈ બેરાએ આ ક્ષેત્રની અંદર કરેલા ખૂબ સારા કામની પણ નોંધ લીધી હતી, અને કહ્યું કે તે કાર્યને હવે આગળ વધારવાનું છે. તેમ જણાવેલ હતું.

(12:12 PM IST)