<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

ઉનામાં ર દિ' ભારે વરસાદથી ગુપ્તપ્રયાગ તીર્થધામ મંદિરમાં મૂર્તિ સુધી પાણી ભરાયુ

ઉનાથી આમોદ્રા રોડ ઉપર પાણી વહેતા કલાકો સુધી વાહન વ્‍યવહાર બંધ રહ્યો

(નવીન જોષી દ્વારા) ઉના તા. ર૮ :.. ગત શનીવાર અને રવિવારે શહેર - ગ્રામ્‍યમાં ભારે વરસાદને લીધે ગુપ્ત પ્રયાગ મંદિરમાં મૂર્તિ સુધી વરસાદના પાણી ભરાય ગયા હતો. ઉનાથી આમોદ્રા રોડ ઉપર ખોડીયાર મંદિર કોઝવેનું પાણી આવતા રોડ ઉપર કલાકો સુધી વાહન વ્‍યવહાર બંધ થઇ ગયો હતો.

ગઇકાલે રાત્રીથી ગુપ્ત પ્રયાગ મંદિર અને આમોદ્રા રોડ ઉપર પાણી ઓસરવાનું શરૂ થઇ ગયું છે.

 ઉના શહેર અને તાલુકા મા શનિવાર રાત થી ધીમી ધારે અને રવિવારે આખો દિવસ અને રાત તેમજ સોમવારે સવાર થી સાંજે પાંચ વાગ્‍યા સુધી મા ધોધ માર વરસાદ વરસી ગયો હતો કારતક મહિનામાં અષાઢ માસ જેવો માહોલ થયો હતો  સાંજે પાંચ વાગ્‍યે સુધીમાં ચાર ઇંચ વરસાદ વરસ્‍યો છે અને શનિવાર થી ૪૮, કલાક માં ૯ ઇંચ વરસાદ નોંધાયો છે. સમગ્ર શહેર માં પાણી પાણી થઈ ગયું હતું.  સોમવાર હોવા છતાં રજા જેવો માહોલ રહ્યો હતો. લોકો ની પાંખી હાજરી જોવા મળી રહતી. તેમજ ભારે વરસાદ ને કારણે ચંદ્રકિરણ સોસાયટી ખાણ વિસ્‍તાર, દુધેશ્વર પરા રામનગર ખારા વિસ્‍તાર આનંદ બજાર ભીમ પરા વિગેરે નીચાણ વાળા વિસ્‍તારો માં પાણી ભરતા નગર પાલિકા અને તંત્ર દ્વાર પાણી નો નિકાલ કરવામાં આવ્‍યો હતો. ઊના થી સાત કિલો મીટર દૂર ગુપ્ત પ્રયાગ તીર્થ ધામ માં નદી મા પૂર આવતા તમામ કુંડો ઓવર ફલો થયા હતા કુંડ પાસે આવેલ પ્રયાગ રાજ ભગવાન ના મંદિર માં મૂર્તિ સુધી પાણી ભરાઈ ગયા હતાં.

ગ્રાગ્‍ય વિસ્‍તાર ઝુડવડલી, વડાવિયાળ, દેલવાડા, નવાબંદર, સિમર, સૈયદ રાજપરા, સામતેર સનખડા, ખત્રીવાડા, અંજાર આમોદ્રા, મોઠા , રાજપૂત રાજપરા, ખંઢેરા , ખાપટ, ભાચા, કંસારી , ધોકડવા, વાજડી, અંબાડા, ફાટસર, ઈટવાયા વિગર ગામો માં ૪૮ કલાક માં દસ ઇંચ થી વધુ વરસાદ વરસ્‍યો હતો. જેને કારણે ખેતરો માં પાણી ભરાઈ જતા તળાવ માં ફેરવાઈ ગયા છે. અને મગફળી ના પથરાઓ તણાઈ અને પલળી જતા ચોમાસું પાક નો મોઢે આવેલ કોળિયો ઝૂંટવાઇ ગયો છે ખેડૂત મુશ્‍કેલી મા મુકાઈ ગયો છે.

ગ્રામ્‍ય વિસ્‍તાર ખત્રીવાડા, સનખડા, દુધાળા , માણેકપુર, સોંદરડા અને સોંદરડી,રાજપૂત રાજપરા, મોઠા , ખંઢેરા, લેરકા કોબ જતો રોડ,આમોદ્રા જતા રોડ ઉપર નીચા પુલ ઉપર થી પાણી વહેતા વાહન વ્‍યવહાર સંપૂર્ણ બંધ થઈ જતા સંપર્ક વિહોણા થઈ ગયા હતા.  ધારાસભ્‍ય કાળુભાઈ રાઠોડ અને તેમની ટીમ અસર ગ્રસ્‍ત વિસ્‍તાર અને ગ્રામીણ વિસ્‍તારોમાં રૂબરૂ જઈ પરિસ્‍થિતિ ની માહિતી મેળવી હતી.

ઉના તાલુકાના ની તમામ નદી ઓ રાવલ, રૂપેણ, માલણ, મછુન્‍દ્રી નદી મા પૂર આવ્‍યું હતું. બેઠા પુલ ઉપર પાણી વહેતા વાહન વ્‍યવહાર બંધ થઈ ગયો હતો. આમોદ્રા રોડ ઉપર ખોડીયાર મંદિર પાસે કોઝ-વેનું પાણી આવતા કલાકો સુધી રોડ બંધ થઇ ગયો હતો.

(12:14 PM IST)