<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

પોરબંદર મેર સમાજના નવા વર્ષના સ્‍નેહમિલનમાં રાજયના કેબીનેટ મંત્રી અર્જુનભાઇનું અભિવાદન

મેર સમાજની પરંપરાગત પાઘડી પહેરાવીને ફુલહાર તથા સ્‍મૃતિ ચિહન અર્પણ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૮ :.. શ્રી સમસ્‍ત મહેર સમાજના આયોજન હેઠળ નૂતન વર્ષ સ્‍નેહ મિલન સાથે ગુજરાત રાજયના નવનિયુકત કેબિનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયા તથા ભાજપના રાષ્‍ટ્રીય પરિષદના સભ્‍ય શ્રી બાબુભાઇ બોખીરીયાનો અભિવાદન સમારોહ યોજાયો હતો.

કાર્યક્રમના પ્રારંભમાં  (ઇન્‍ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્‍સિલ) ના મહામંત્રી  બચુભાઈ આંત્રોલીયાએ  મહેમાનોનું સ્‍વાગત કર્યું હતું. કાર્યક્રમમાં   બાબુભાઈ બોખીરિયાએ પોતાના ઉદ્દબોધનમાં જણાવ્‍યું હતું કે, મહેર જ્ઞાતિની વસ્‍તી ભલે ટૂંકી ラ આશરે ૪ લાખ જેટલી ラ હોવા છતાં છેલ્લા દાયકાઓમાં ગુજરાત સરકારમાં સતત ચાર મહેર મંત્રીઓએ સ્‍થાન મેળવી સમાજનું ગૌરવ વધાર્યું છે, જે અતિ ગૌરવની બાબત છે.

 રાજ્‍યના નવનિયુક્‍ત કેબિનેટ મિનિસ્‍ટર  અર્જુનભાઈ મોઢવાડિયાએ મહેર સમાજમાં એકતા ઉભી કરવા, યુવાનોને સખત મહેનત અને હકારાત્‍મક અભિગમ સાથે સમાજ વિકાસ માટે જોડાવા પ્રેરણા આપી હતી. ઇન્‍ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્‍સિલ પ્રમુખ શ્રી વિમલજીભાઈ ઓડેદરાએ પોતાના સંદેશમાં તમામ જ્ઞાતિજનોને નવા વર્ષની શુભકામના પાઠવી શ્રી ઇન્‍ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્‍સિલ દ્વારા આગામી સમયમાં યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં ગત વર્ષની જેમ જ બધા જ્ઞાતિજનોનો સહયોગ પ્રાપ્ત થશે એવો વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો.

કાર્યક્રમનું સંચાલન  પોપટભાઈ ખુંટી ું તથા આભારવિધિ એડિશનલ ડિસ્‍ટ્રીક્‍ટ મેજિસ્‍ટ્રેટ શ્રી જીતેન્‍દ્ર વદર  દ્વારા કરવામાં આવી હતી.

આ તોહ મિલન સમારોહને સફળ  બનાવવા  ઇન્‍ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્‍સિલ, પોરબંદર, માલદેવ રાણા મહેર એજ્‍યુકેશનલ એન્‍ડ ચેરિટેબલ ટ્રસ્‍ટ -  ડો. વિરમભાઈ રાજાભાઈ ગોઢાણિયા મહેર સમાજ, છાંયા,  મહેર શક્‍તિ સેના, બરડા વિકાસ સમિતિ,  ઘેડ સામાજિક વિકાસ સમિતિ, મહેર હિતરક્ષક સમિતિ, મહેર આર્ટ પરિવાર, મહેર મહિલા વિકાસ મંડળ, શક્‍તિ સેના મહિલા મંડળ,  રાણાવાવ મહેર સમાજ, તથા કુતિયાણા મહેર સમાજ તથા અન્‍ય તમામ મહેર સામાજિક સંસ્‍થાઓએ મહત્‍વપૂર્ણ યોગદાન આપ્‍યું હતું.  રાજકોટ, ફટાણા, જૂનાગઢ, કેશોદ, વિસાવાડા ગામના સમાજો  અને  ભાણવડ એમબ્‍યુલંસ  પરિવાર તથા છાંયા રાસ મંડળી દ્વારા બંને મહાનુભાવોનું મહેર સમાજની પાઘડી, ફૂલહાર અને સ્‍મળતિ ચિન્‍હો અર્પણ કરી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. 

(12:16 PM IST)