તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Tuesday, 28th October 2025
ધ્રોલ ખાતે હરધ્રોળ રાજપૂત સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન અને રિવાબા જાડેજાનો સત્કાર સમારંભ યોજાયો

ધ્રોલ, તા.૨૮: હરધ્રોળ રાજપૂત સમાજ અને શ્રી દીપસિંહજી રાજપૂત છાત્રાલયના સંયુક્ત આયોજન હેઠળ ધ્રોલ ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહ અને રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાનો સત્કાર સમારંભ યોજાયો હતો.
કાર્યક્રમનું અધ્યક્ષપદ પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શોભાવ્યું હતું, જ્યારે શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સંસદસભ્ય મહારાણા કેશરીદેવસિંહજી, યુવરાજ અનિરુદ્ધસિંહજી જાડેજા, યુવરાણી શૈયલીદેવી, અરવલ્લી જિલ્લાના પોલીસ અધીક્ષક મનોહરસિંહ જાડેજા, ભારતીય મહાસભાના પ્રમુખ ગોવુભાડાડા સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. ધ્રોલ રાજપૂત સમાજના પ્રમુખ પથુભા જાડેજા, જામનગર-દેવભૂમિ દ્વારકા રાજપૂત સમાજના પ્રમુખ પ્રતાપસિંહ જાડેજા, અને જિલ્લા તેમજ સમાજના અન્ય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન છાત્રાલયના પ્રમુખ પ્રદયુમનસિંહજી જાડેજા અને ઉપપ્રમુખ રાજભા જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું.
મુખ્ય મહેમાન શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે વધુ ચાઈ હાંસલ કરવા માટે પ્રેરિત કર્યા હતા. તેમણે રાજપૂત સમાજના શૈક્ષણિક વિકાસ માટે સહયોગ આપવાની ભાવના પણ વ્યક્ત કરી હતી. વિદ્યાર્થીઓએ પણ શિક્ષણમાં ઉત્કળષ્ટ પ્રદર્શન બદલ સન્માન પ્રાપ્ત કર્યું હતું.
કાર્યક્રમના અંતે રાજેન્દ્રસિંહ જાડેજાએ આભાર વિધિ નિભાવતા દાતાશ્રીઓ, યુવા આગેવાનો અને ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન દિપસિંહજી છાત્રાલયના પ્રમુખ પ્રઘ્યુમનસિંહ જાડેજા તેમજ હરધ્રોળ રાજપૂત સમાજના પ્રમુખ પથુભા જાડેજા (દાજીબાપુ), ઉપપ્રમુખ ડો.રાજભા જાડેજા, સેક્રેટરી રાજેન્દ્રસિંહ જાડેજા અને પ્રિન્સીપાલ હરદેવસિંહ જાડેજાની રાહબરી હેઠળ કરવામાં આવ્યું હતું.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
