News of Tuesday, 28th October 2025
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીરમાં છેલ્લા 60 કલાકથી પડી રહેલા હળવા ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું
ખેતીના પાકોને વ્યાપક વરસાદને પગલે ભારે નુકશાન :ભારે વરસાદને કારણે ટુરિઝમ સ્થળ સાસણગીર પણ ખાલી થઈ ગયું

(દિપક તન્ના દ્વારા) તાલાલા તા.૨૮ : તાલાલા ગીર સહિતના ગ્રામ્ય પંથક તેમજ ગીર જંગલનાં વિસ્તારોમાં પડી રહેલા હળવા ભારે અવિરત વરસાદથી ખેતીના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે અને ગ્રામ્ય રસ્તાઓમાં પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.
સાસણ ગીરના જંગલોની આસપાસમાં પડી રહેલા અવિરત વરસાદના કારણે છેલ્લા એક અઠવાડિયાથી પ્રવાસીઓથી ભરચક રહેલા છેલ્લા બે દિવસ થી ખાલીખમ જોવા મળી રહ્યું છે.આ લખાઈ છે ત્યારે બપોરે 12 વાગ્યે તાલાલા ગીર તથા આજુબાજુના ગીર વિસ્તારમાં વરસાદ અવિરત ચાલુ છે.
(2:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
