News of Tuesday, 28th October 2025
વેરાવળથી માત્ર ૩૬૦ કિ.મી. દુર છે ડીપ ડિપ્રેશન
હજુ ર-૩ દિવસ સિસ્ટમ્સ વધુ મજબુત રહેશેઃ પ૦ થી પપ કિ.મી.ની ઝડપે ફુંકાતો પવન

રાજકોટ, તા. ર૮: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદ સાથે વાતાવરણમાં પલ્ટો આવ્યો છે ત્યારે હવે વેરાવળથી માત્ર ૩૬૦ કિ.મી. દુર ડીપ ડિપ્રેશન છે.
આગાહીકાર અથયા શૈટ્ટીએ જણાવ્યું છે કે, અરબ સાગરની સિસ્ટમ વધુ ખૂંખાર બની છે હજુ ર-૩ દિવસ સિસ્ટમ વધુ મજબુત રહેશે.
પ૦ થી પપ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઇ રહયો છે. સોમનાથ અને સુરત વચ્ચે સિસ્ટમ ટકરાઇ તેવી શકયતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ટ્રેક બદલાઇ શકે છે.
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
