<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

સુરેન્દ્રનગરના થાનગઢમાં 8 રાઉન્ડ ફાયરિંગ : જૂથ અથડાણમાં ફાયરિંગ થતા 4 લોકોને ઇજા

પાઈપ વડે હુમલો કર્યા બાદ ચિત્રાલાખા અને અમરાપરના જુથ વચ્ચે અથડામણ: ઈજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ ખસેડાયા: DySP સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો.

સુરેન્દ્રનગર જિલ્લાના થાનના અમરાપરા ગામમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. 7 થી 8 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે અને કારના કાચ પણ તોડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનામાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

   સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ દિન-પ્રતિદિન કથળી રહી છે, ત્યારે ગણતરીના દિવસોમાં થાનમાં ફાયરિંગ થવાની ત્રીજી ઘટના સામે આવી છે. આ ઘટના બાદ થાન પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. પાણી ઉડવા જેવી નજીવી બાબતે 7 થી 8 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.સાથે જ કારમાં પણ તોડફોડ કરાઇ છે. સમગ્ર ઘટનામાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ અંગે પોલીસ વધુ તપાસ  હાથ ધરી છે.  

    

 

(9:27 PM IST)