હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વચ્છરાજ બેટ ઉપર ફસાયેલા યાત્રિકોને ગ્રામજનો દ્વારા ટ્રેક્ટર મારફતે રણમાંથી બહાર કઢાયા
સુરેન્દ્રનગરના ૧૦ તાલુકાઓમાં માવઠુઃ વઢવાણ ચુડા, સાયલામાં ૧ ઈંચ વરસાદ થી ખેડૂતોના બેહાલ

(ફલક ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨૯: સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ ૧૦ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વઢવાણ ચુડા અને સાયલા પંથકમાં એક ઇંચ જેટલો વરસાદ છે. બીજી તરફ ધાંગધ્રા પાટડી લખતર ચોટીલા થાન અને લીમડી પંથકમાં પણ ઝરમર વરસાદ છે.
ખેડૂતોની પાંચ મહિનાની મહેનત ઉપર ત્રણ દિવસના વરસાદે પાણી ફેરવી નાખ્યું છે માવઠાના માર સામે જગતનો તાત ચિંતામાં મુકાયો છે કપાસ મગફળી અને શાકભાજીના પાકોને વ્યાપક નુકસાન થયું છે કપાસ પલળી ગયો છે અને કાળો પડવા લાગ્યો છે અને સડવા લાગ્યો છે મગફળીનો તૈયાર પાક છે તે ખેડૂતોના ખેતરમાં પડ્યો છે એટલે તે પણ પલળી ગયો છે પરિણામે મગફળીના અંદરનો દાણો હોય છે તે ચીમડાઈ જવા પામ્યો છે અને તેના પરિણામે ખેડૂતોને મગફળીના પૂરતા ભાવ નહીં મળે અને અંદરનો દાણો ખરાબ થઈ ગયો હોવાના કારણે ખેડૂતોની મગફળીની ક્વોલિટી પણ ખરાબ થઈ ગઈ છે.
વઢવાણ તાલુકો છે તે શાકભાજીના વાવેતર માટે સમગ્ર જિલ્લામાં પ્રખ્યાત છે ત્યારે વઢવાણ પંથકના ખેડૂતો દ્વારા લીલા મરચા રીંગણ તુરીયા જેવા શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું હતું અને મરચાં અને રીંગણના ફૂલ પણ બેસી ગયા હતા પરંતુ વરસાદના કારણે આ ફૂલ પણ ખરી જવા પામ્યા છે પરિણામે જે શાકભાજીની આવક થવી જોઈએ તેમાં પણ નુકસાનીની ભીતી સર્જાઈ જવા પામી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના રણમાં આવેલ વચ્છરાજ બેટમાં દર્શન માટે યાત્રિકો જતા હોય છે ત્યારે અચાનક વરસાદના કારણે રણમાં જવાના રસ્તાઓ બંધ થઈ ગયા હતા અને કીચડ જામી ગયો હતો જોકે રણમાં ગયેલા યાત્રી કોના વાહનો પણ ફસાઈ ગયા હતા. આ બાબતની જાણકારી આજુબાજુના ગ્રામજનોને થતા ટ્રેક્ટર મારફતે ગ્રામજનો રણમાં પહોંચ્યા હતા અને ફસાયેલા તમામ લોકોને ટ્રેક્ટર મારફતે રેસ્કયુ કરી અને બહાર કાઢવામાં આવ્યા હતા. યાત્રિકોના વાહનો પણ ટ્રેક્ટરમાં બાંધી અને સલામત રીતે રણમાંથી બહાર કાઢી અને સ્થાનિક લોકો દ્વારા કામગીરી કરવામાં આવી હતી.
વરસાદથી વઢવાણી રીંગણા અને મરચાના ઉત્પાદનને વ્યાપક અસર - વાવેતર નિષ્ફળ જવાના એંધાણ
વઢવાણી રીંગણા અને મરચાં સમગ્ર દેશમાં પ્રખ્યાત છે વઢવાણી રીંગણા અને મરચાનો સ્વાદ દર વર્ષે ગુજરાત રાજ્યના લોકો તો માણતા હોય છે, પરંતુ મુંબઈ રાજસ્થાન સુધી વઢવાણના રીંગણા અને મરચાં પાર્સલ કરી અને મોકલવામાં આવતા હોય છે ચાલુ વર્ષે માવઠાના કારણે વઢવાણના ખેડૂતો દ્વારા વધવાની રીંગણી અને મરચા નું જે વાવેતર કરવામાં આવ્યું હતું તેના ઉપર પણ પાણી ફરી વળવા પામ્યું છે અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોવાના કારણે વઢવાણી રીંગણા અને મરચાના ઉત્પાદન ઉપર અસર સર્જાવાની છે પરિણામે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોવાના પગલે વાવેતર નિષ્ફળ જવાના એંધાણ હાલ વર્તાઈ રહ્યા છે.
કપાસમાં પલળી ગયો - ટેકાના ભાવે ખરીદીની ખેડૂતોએ કરી માંગ
સતત વરસાદના કારણે તૈયાર કપાસનો પાક છે તે પલળી જવા પામ્યો છે અને પીળો પણ પડી જવા પામ્યો છે કપાસમાં આવેલા ઝીંડવા જે ખુલવાના બાકી હતા તે પણ વધુ પડતા વરસાદના કારણે કાળા પડી ગયા છે હવે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે કે ટેકાના ભાવે કપાસની ખરીદી સરકાર દ્વારા તાત્કાલિક શરૂ કરવામાં આવી અને દર વર્ષે ક્વોલિટીના નામે કપાસના નમુનાઓ રિજેક્ટ કરવામાં આવતા હોય છે તેમાંથી ચાલુ વર્ષે મુક્તિ આપી અને તમામ પ્રકારનો કપાસ ખરીદી કરી લેવા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા સરકાર પાસે માંગ કરવામાં આવી છે. (રર.૩)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
