<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

આણંદથી ઉંચાકોટડા આવતા પદયાત્રીઓને એસ.ટી.બસે કચડયાઃ ૧ નું મોત ચાર ઘાયલ

બસના ચાલકે તણસા બ્રિઝથી હડફેટે લેવાનું શરૂ કર્યું તે છેક ૧ કિ.મિ દૂર ખોડિયાર હોટલ સુધીઃ તળાજા હાઇવેની ઘટના

 

 

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૯: આણંદ જિલ્લાના પદ યાત્રીઓનો સંઘ ઉંચા કોટડા સ્‍થિત માં ચામુંડાના દર્શને આવી રહ્યો હતો. આ સંઘ ભાવનગરના તળાજા હાઇવે પર તણસા ગામથી આગળ ચાલી રહ્યો હતો એ સમયે પાછળ થી આવતી ભાવનગર તળાજા ઝાંઝમેર રૂટ ની એસ.ટી.બસના ચાલકે પાંચેક જેટલા પદયાત્રી અને તેની સાથેના વાહનને હડફેટે લેવાનું શરૂ કર્યું હતું.જે એકાદ કિમિ સુધી હડફેટે લીધા હતા જેમાં એક વળદ્ધ  પદયાત્રીનું મળત્‍યુ નીપજયું હતુ. ઇજાગ્રસ્‍ત ને ભાવનગર ૧૦૮ દ્વારા ખસેડવામાં આવ્‍યા હતા.

વિગતો મુજબ ત્રીસેક જેટલા ભક્‍તો પગપાળા મહુવા તાલુકાના ઉંચા કોટડા સ્‍થિત માતાજીના મંદિરે આવી રહ્યા હતા.આ સંઘ તણસા ગામ વટી તળાજા તરફ આવી રહ્યો હતો.સાંજ ઢળી ગઈ હતી તે સમયે એસ.ટી.બસ નં.જીજે ૧૮-ઝેડ-૪૭૧૨ ના ચાલકે નંદની હોટલ થી આગળ આવતી છેક ખોડિયાર હોટલ સુધી પદ યાત્રીઓ અને તેના વાહન ને હડફેટે લેવાનું શરૂ કર્યું હતું.જેમાં પદયાત્રી રાજીભાઈ મંગાભાઈ રાવળ ઉ.વ.૫૬ નું ઘટના સ્‍થળે જ મળત્‍યુ નિપજેલ.જ્‍યારે તેમના પૌત્ર સાવન સહિતના પાંચેક વ્‍યક્‍તિ ને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

આ બનાવ ના પગલે પાંચ જેટલી ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ ને કોલ કરી દોડાવવામા આવી હતી. સૂત્રોએ ઉમેર્યું હતું કે એસ.ટી ના ચાલકે તણસા બ્રિઝ વટીને જ એક સોળવદરી ગામના વ્‍યક્‍તિને હડફેટે લીધેલ.

હાઇવે પર વાતાવરણ તંગ થઈ ગયું

સૂત્રોનું સાચું માનવામાં આવે તો એસ.ટી બસના ચાલકે સંઘ ના વાહન સહિત અનેકને હડફેટે લીધા હતા.અડધો કિ.મિ સુધી તો યાત્રી ઢસડાયેલ. બાદ આ બસના ચાલક ને નજીકની હોટલમાં સંતાડી દેવામાં આવતા પદયાત્રીઓને ખબર પડી જતા ત્‍યાં ટોળું પહોંચ્‍યું હતું. મામલો તંગ બન્‍યો હતો.(૨.૫)

(11:22 AM IST)