હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 29th October 2025
મોરબીમાં ૭૦ વર્ષના મોતીબેન મકવાણાએ એસિડ ગટગટાવી લઇ આપઘાત કર્યો

રાજકોટ તા. ૨૮: મોરબીમાં રહેતાં સિત્તેર વર્ષના વૃધ્ધાએ એસિડ પી આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.
જાણવા મળ્યા મુજબ મોરબીમાં જુની જેલ રોડ પર રહેતાં મોતીબેન ધમાભાઇ મકવાણા (ઉ.વ.૭૦) નામના વૃધ્ધાએ સાંજે પાંચેક વાગ્યે ઘરે એસિડ પી લેતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ મોડી રાતે મૃત્યુ નિપજતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, ધર્મેન્દ્રભાઇ હુદડ, પ્રકાશભાઇ રાઠોડ, ધર્મેન્દ્રભાઇ ચાવડાએ મોરબી એ-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.
આપઘાત કરનારા મોતીબેનને સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે. મગજની અસ્વસ્થતાને કારણે પગલુ ભર્યાનું તેના ભત્રીજાએ કહ્યું હતું. (૧૪.૫)
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
